ETV Bharat / bharat

Share Market Closing Bell : NSE નિફ્ટીએ ફરી 20,167ની નવી સપાટી બનાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 4:17 PM IST

છેલ્લા 10 દિવસથી શેરમાર્કેટમાં રોનક આવી છે. આજે પણ ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty નવી ઉંચાઈ પર બંધ થયા છે. BSE સેન્સેક્સમાં 67,771ની લાઈફ હાઈ બનાવી હતી. ઉપરાંત NSE નિફ્ટી ઇન્ડેક્સ પણ 20,167ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી 20,103 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, યુરોપીય માર્કેટ ખુલતા ભારતીય શેરબજારના સેન્ટીમેન્ટ પર અસર થઈ હતી. પરંતુ સ્થાનિક નાણાં સંસ્થાઓના બાઈંગથી માર્કેટ ફરી ઉંચકાઈને ઊંચા મથાળે બંધ રહ્યું હતું.

Share Market Closing Bell
Share Market Closing Bell

મુંબઈ : આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ શેરબજારમાં છેલ્લા 10 દિવસની રોનક જળવાઈ રહી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 67,771 અને 20,167 પોઈન્ટની સર્વકાલીન ઊંચાઈ બનાવી છે. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. ત્યારબાદ ટ્રેડિંગ સેશનના અંતે રોકાણકારોને નફો આપી લીલા નિશાનમાં બંધ થયા હતા.

BSE Sensex : આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ BSE Sensex ઈનડેક્સ ગતરોજના 67,466 પોઈન્ટના બંધ સામે 161 પોઈન્ટ વધીને 67,627 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 52 પોઈન્ટ (0.08 %) સુધારા સાથે 67,519 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈન્ડેક્સની આજે મજબૂત શરુઆત રહી હતી. શરુઆતમાં જ 67,771 પોઈન્ટની લાઈફટાઈમ હાઈ બનાવી હતી. જોકે બપોરે યુરોપીય માર્કેટ ખુલતા તેની અસર ભારતીય બજારના સેન્ટીમેન્ટ પર થઈ હતી. જેમાં BSE Sensex 67,366 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો.

NSE Nifty : આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ NSE Nifty ગતરોજના 20,070 બંધની સામે 57 પોઈન્ટ વધીને 20,127 ના મથાળે ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબારમાં જ NSE નિફ્ટીએ 20,167 પોઈન્ટની હાઈ બનાવી હતી. ત્યારબાદ અચાનક ડાઉન જઈને 20,043 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ 60 પોઈન્ટની રિકવરી નોંધાવી ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 33 પોઈન્ટ સુધારા બાદ 20,103 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.16 ટકાનો વધારો દર્શાવે છે.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા સ્ટીલ (1.89 %), એમ એન્ડ એમ (1.67 %), ટેક મહિન્દ્રા (1.61 %), નેસ્લે (1.30 %) અને પાવર ગ્રીડ કોર્પોનો (1.14%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એશિયન પેઇન્ટ્સ (-1.13 %), આઇટીસી (-0.75 %), સન ફાર્મા (-0.38 %), ભારતી એરટેલ (-0.29 %) અને બજાજ ફિનસર્વ (-0.29 %) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1502 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 537 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ અને SBI ના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Opening: શેરબજાર નવા રેકોર્ડ સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ
  2. Apple launches iPhone 15 Pro: iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્શ વિશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.