ETV Bharat / bharat

Dunki box office day 1 : રાજકુમાર હિરાણીની ઓપનર ફિલ્મ બની 'ડંકી', ઓપનિંગ ડે પર કેટલી કરી કમાણી જાણો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 9:10 AM IST

Updated : Dec 22, 2023, 1:04 PM IST

Dunki box  office day 1
Dunki box office day 1

શાહરૂખ ખાનની આ વર્ષની છેલ્લી ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ડંકીએ દેશભરના બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ચાલો જાણીએ કે કિંગ ખાન અને રાજકુમાર હિરાનીની આ મલ્ટી સ્ટાટર ફિલ્મે શરૂઆતના દિવસે કેટલી કમાણી કરી?

મુંબઈઃ શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની પહેલી કોલેબોરેશન વાળી ફિલ્મ 'ડંકી'એ ભારતીય બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે જ વિશ્વભરના સિનેમાઘરોમાં લોકોને મનોરંજન પુરૂ પાડવા માટે આવી આવી ગઈ હતી. ફેન્સને ઈમોશનલ ડ્રામાનો ભરપૂર આનંદ માણ્યો છે. જોકે, ડિંકીએ પઠાણ અને જવાન જેવી ફિલ્મ કરતાં ઓપનિંગ ડે પર ઓછી કમાણી કરી છે. કિંગ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન પહેલા જ દિવસે 50 કરોડનો આંકડો સ્પર્શવામાં સફળ રહી હતી. તે જ સમયે, ડિંકી આ આંકડાને સ્પર્શ કરવાનું ચૂકી ગઈ. તેમ છતાં ફિલ્મે પ્રથમ દિવસે શાનદાર કમાણી કરી છે.

ઓપનિંગ ડે: ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિક્કી કૌશલ, બોમન ઈરાની અને અનિલ ગ્રોવર જેવા કલાકારોને ચમકાવતી 'ડંકી' એ પહેલા દિવસે લગભગ 30-31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડો ફિલ્મ માટે સાચો માનવામાં આવે છે, કારણ કે આ ફિલ્મ માત્ર એક જ ભાષા હિન્દીમાં રિલીઝ થઈ છે. કિંગ ખાનની છેલ્લી બે ફિલ્મો પઠાણ અને જવાનની વાત કરીએ તો 'પઠાણ'એ 57 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, જ્યારે 'જવાન'એ 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ડિરેક્ટર રાજકુમાર હિરાનીની 'ડંકી' બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ છે. તેની પ્રથમ ફિલ્મ 2018ની ફિલ્મ 'સંજુ' હતી, જેણે 34 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. આ પહેલા તેણે આમિર ખાન સાથે 'પીકે' બનાવી હતી, જેણે પહેલા દિવસે 26.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હિરાનીએ લગે રહો મુન્ના ભાઈ, 3 ઈડિયટ્સ, ફેરારી કી સવારી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

ડંકીનો મુકાબલો સાલાર સાથે: શાહરૂખ ખાનની આ ફિલ્મ 22 ડિસેમ્બરે એટલે કે આજે રિલીઝ થતી પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સાલાર' સાથે ટકરાશે. મહત્વપૂર્ણ છે કે, ડંકી ફિલ્મમાં કિંગ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની અને અનિલ ગ્રોવર પણ મહત્વના રોલમાં છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, જો ડંકી પહેલા વીકએન્ડમાં સફળ થાય છે, તો તે બોક્સ ઓફિસ પર એક મોટી બ્લોકબસ્ટર તરીકે ઉભરી આવશે.

  1. Dunki movie release : 'ડંકી'ને લઈને ચાહકોનો ઉત્સાહ જોઈને 'કિંગ ખાને' કહ્યું- અરે હવે ફિલ્મ જોવા જાવ...
  2. Prabhas starrer 'Salaar' : પ્રભાસના ક્રેઝને લઇને 'સાલાર' ના શો માં કરાયો વધારો, અડધી રાત્રે પણ ચાલશે ફિલ્મ
Last Updated :Dec 22, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.