ETV Bharat / bharat

Stock Market Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 20150ની નીચે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 10:08 AM IST

Updated : Sep 18, 2023, 11:57 AM IST

Etv Bharat
Etv Bharat

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે નબળી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 163.08 (0.24%) પોઈન્ટ ઘટીને 67,675.55 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 33.00 (0.16%) પોઈન્ટ ઘટીને 20,159.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. પ્રારંભિક વેપારમાં, ઇઝ માય ટ્રિપના શેરમાં પાંચ ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે વોડા આઇડિયાના શેરમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો.

મુંબઈ: સોમવારે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 20150 નીચે ગયો હતો.

બજારની સ્થિતિ: સોમવારે સવારે 9.36 વાગ્યે, સેન્સેક્સ 163.08 (0.24%) પોઈન્ટ ઘટીને 67,675.55 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 33.00 (0.16%) પોઈન્ટ ઘટીને 20,159.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. પ્રારંભિક વેપારમાં, ઇઝ માય ટ્રિપના શેરમાં પાંચ ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે વોડા આઇડિયાના શેરમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. અગાઉ, પ્રી-ઓપન સેશનમાં જ સ્થાનિક બજારો ખોટમાં હતા. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં લગભગ 175 પોઈન્ટ્સની ખોટમાં હતો અને 67,700 પોઈન્ટની નીચે હતો.

રિલાયન્સ અને ઈન્ફોસિસની નબળાઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને HDFC બેન્ક જેવા મોટા શેરોમાં થયેલા નુકસાનને કારણે સોમવારે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો નીચા ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 265 પોઈન્ટ અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 67,574 પર ટ્રેડ કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 50 શેરો પર આધારિત મુખ્ય સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી પણ અગાઉના સત્રની તુલનામાં 62 પોઈન્ટ અથવા 0.31% ઘટીને 20130ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

બજારોની સ્થિતિ: સેન્સેક્સ કંપનીઓમાં ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નુકસાન સાથે ખુલ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને સન ફાર્મા ઉછાળા સાથે ખુલ્યા હતા. વ્યક્તિગત શેરોમાં, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર 7% વધ્યા કારણ કે કંપનીને 3,000 કરોડના ઓર્ડર મળ્યા હતા. એચએફસીએલને રૂ. 1,015 કરોડનો ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેર પણ છ ટકાથી વધુના ઉછાળા સાથે ખુલ્યા હતા. સેક્ટોરલ મોરચે, નિફ્ટી આઈટી 0.68% અને નિફ્ટી રિયલ્ટી 0.47% ઘટ્યા છે. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક અને નિફ્ટી ફાર્મા ઉછાળા સાથે ખુલ્યા હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 0.24% ઘટ્યો, જ્યારે સ્મોલકેપ 100 0.12% વધ્યો.

ગયા અઠવાડિયે રેકોર્ડ બનાવ્યો: ગયા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ મજબૂત થયો હતો અને 67,838.63 પોઈન્ટ પર બંધ થયો હતો, જે નવો બંધ હાઈ છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 67,927.23 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. નિફ્ટી 90 પોઈન્ટ મજબૂત થઈને નવા રેકોર્ડ સાથે 20,200 પોઈન્ટની નજીક બંધ થયો. શુક્રવારે બજાર સતત 11માં દિવસે મજબૂત રહ્યું હતું. ગયા સપ્તાહની વાત કરીએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1,239.72 પોઈન્ટ્સ અને નિફ્ટી 1.87 ટકા મજબૂત થયો હતો. સ્થાનિક બજારમાં સતત ત્રણ સપ્તાહથી તેજીનો ટ્રેન્ડ નોંધાયો હતો.

  1. Deadline In September 30: આ મહત્વપૂર્ણ કાર્યોની અંતિમ તારીખ 30મી સ્પ્ટેમ્બર છે, જેના પર ધ્યાન આપો નહીંતર સમસ્યાઓ વધશે
  2. Economic and transport corridors : ઉભરતા આર્થિક અને પરિવહન કોરિડોર જેનો ભારત એક ભાગ છે, ચાલો જાણીએ તેના વિશે...
Last Updated :Sep 18, 2023, 11:57 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.