ETV Bharat / bharat

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન

author img

By

Published : Sep 13, 2021, 3:23 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે સોમવારે મેંગ્લોરના યેનેપોયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન
પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓસ્કર ફર્નાન્ડીસનું નિધન
  • 80 વર્ષની વયે મેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ હતા
  • માથામાં ઈજા પહોંચતા છેલ્લા દોઢ મહિનાથી ચાલુ હતી સારવાર

મેંગ્લોર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું સોમવારે બપોરે મેંગ્લોરની યેનેપોયા હોસ્પિટલમાં નિધન થયું છે. 80 વર્ષીય ઓસ્કરને ગત જુલાઈ મહિનામાં યોગાભ્યાસ દરમિયાન પડી જવાથી માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેની તેઓ સારવાર મેળવી રહ્યા હતા.

ગાંધી પરિવારના નજીકના લોકોમાંના એક

ઓસ્કર UPA સરકારમાં પરિવહન, રોડ અને હાઈવે તેમજ શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રધાન રહી ચૂક્યા છે. કેન્દ્રીય કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા ઓસ્કર રાહુલ ગાંધી સહિત ગાંધી પરિવારના સૌથી નજીકના માનવામાં આવતા લોકોમાંના એક હતા.

રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે

તેઓ રાજીવ ગાંધીના સંસંદીય સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ સૌપ્રથમ વખત વર્ષ 1980માં કર્ણાટકના ઉડુપ્પી મતક્ષેત્રમાંથી 7મી લોકસભા માટે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ આ જ મતક્ષેત્રમાંથી 1984, 1989, 1991 અને 1996માં લોકસભા માટે પુન: ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ તેઓ 1998માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.