ETV Bharat / bharat

સુપ્રિમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને 4 લાખની સહાયની અરજી પર કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

author img

By

Published : May 24, 2021, 8:31 PM IST

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં સંબંધિત અધિકારીઓને આદેશ આપવાની માંગ કરતી અરજી પર સુનવણી કરતાં મંત્રાલયે જણાવ્યું કે કોવિડ- 19 મહામારીથી મૃત્યુ પામનારના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય રાશી આપવાનો નિર્દેષ કરવામાં આવ્યો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ના સેક્શન 12 અંતર્ગત આવે છે.

સુપ્રિમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને 4 લાખની સહાયની અરજી પર કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
સુપ્રિમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને 4 લાખની સહાયની અરજી પર કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી નોટિસ
  • કોરોનાની મૃત્યુના પ્રમાણપત્રમાં એક સંગતતા જરૂરી
  • લોકોને પડી શકે છે તકલીફ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે કોવિડ - 19થી મૃત્યુપામનારા પરીવારોને 4 લાખની સહાય આપતી અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે અને કહ્યું છે કે આ વાઇરસથી મૃત્યુ પામનારના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવાની એક સરખી નીતિ હોવી જોઇએ. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને એમ.આર.શાહની વેકેશન બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાથી મૃત્યુ પામનારના મૃત્યુપ્રમાણપત્ર પર આઇસીએમઆરની દિશા નિર્દેશ હોવા જોઇએ અને આ દસ્તાવેજ જાહેર કરવાની એક સમાન નીતિ હોવી જોઇએ. કોર્ટ બે અલગ અલગ યાચિકા પણ સુનણી કરી રહી હતી જેમાં કેન્દ્ર અને રાજ્યને આદેશ આપવાની માંગણી કરવામાં આવી હતી કે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોના પરિવારોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક સમાન ડેથ સર્ટીફિકેટ આપવામાં આવે.

લોકોને પડશે હાલાકી

ખંડપીઠ દ્વારા કહેવામાં આવ્યું કે કોઇ અધિકારીક દસ્તાવેજ અથવા મૃત્યુનું પ્રમાણ પત્ર જાહેર ન કરવામાં સમાન નીતિ નથી. જેથી એમ કહી શકાય કે આ મૃત્યુ કોરોનાના કારણે થયું છે. આથી મૃતકના પરીજનો કોઇ પણ યોજાનો લાભ મેળવવાનો દાવો નહીં કરી શકે. ન્યાયમૂર્તિ શાહે આ મુદ્દે કેન્દ્રના સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને પુછ્યું હતું કે મૃત્યુના પ્રમાણપત્રમાં કોઇ સમાન નીતિ છે કેમકે મૃત્યુની ઘણી સ્થિતિ હોય છે જેનું કારણે કોવિડના રૂપમાં આપવામાં નહીં આવ્યું હોય. પીઠે એવું પણ કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ કહી રહ્યાં છે કે તેઓ આઇસીએમઆરના નિર્દેશોનું પાલન કરે છે

સરકાર જાહેર કરે પોતાની નીતિ

તો કેન્દ્ર અમારી સમક્ષ ICMRના દિશાનિર્દેશ રાખે અને કોવિડ - 19ના પીડિતોનું મૃત્યુપ્રમાણપત્ર અંગેની સમાન નીતિઓ અંગે અમે જાણ કરે તેવું પીઠે જણાવ્યું હતું. ઉપરાંત જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટ્રીએ એવું લાગે કે મૃત્યુ ફેફસામાં ઇન્ફેક્શન અને હૃદયની તકલીફના કારણે થયુ હોય પણ શક્યતા છે કે કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય અને મૃત્યુના દાખલામાં તેનો ઉલ્લેખ ન હોય. કોવિડ - 19ના દર્દીઓના પરીવારજનો જ્યારે આર્થિક મદદ આપવામાં આવે તો લોકોને ભટકવું પડશે. જે લોકો માટે યોગ્ય નથી બની શકે કે દર્દીનું મૃત્યુ કોવિડથી થયું હોય પણ કારણ તે ન દર્શાવવામાં આવ્યું હોય પીઠે આ મામલો 11 જૂન સુધીમાં સરકારને આ અંગે પોતાનો જવાબ આપવા માટે જણાવ્યું છે.

કોવિડની કામગીરીમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ

શરૂઆતમાં ગૌરવ કુમાર બંસલે કે જેમણે માંગ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સેક્શન 12(iii) અંતર્ગત લોકોને 4 લાખનું વળતર મળવું જોઇએ. તેમણે એવું પણ કહ્યું હતું કે ગૃહમંત્રાલયમે 8 એપ્રિલ, 2015ના રોજ આદેશ આપ્યો હતો કે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્ડ ફંડ અને નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડના માપદંડ અને સહાયની એક સંશોધિત યાદી જાહેર કરવામાં આવી હતી. બંસલે જણાવ્યું હતું કે કોવિડ- 19 એક આપત્તિ જાહેર કરવામં આવી છે અને 2015ના આદેશ અનુસાર દરેક પરીવારને 4 લાખનીસહાય આપવી જોઇએ. તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે એવા અનેક વ્યક્તિઓ હતા( જેમકે પોલીસ, સ્વાસ્થ્ય વિભાગ, નગર નિગમ) કે જે કોવિડ- 19ની કામગીરીમાં જોડાયેલા હતા. તેમનું મૃત્યુ થયું છે અને આ એ વ્યક્તિ હતા કે જેઓ ઘર ચલાવતા હતા. તેમણે એવો પણ તર્ક આપ્યો કે આવા પરીવારો સહાય માટે લાચાર બની ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.