ETV Bharat / bharat

કોઈ પણ વ્યક્તિ પાર્ટીને 'હાઈજેક' ન કરી શકે, રાજકીય યુદ્ધથી કોઈ સંતુષ્ટ નહીંઃ રાઉત

author img

By

Published : Jun 25, 2022, 3:14 PM IST

કોઈ પણ વ્યક્તિ પાર્ટીના 'હાઈજેક' ન કરી શકે,રાજકીય યુદ્ધથી કોઈ સંતુષ્ટ નહીંઃ રાઉત
કોઈ પણ વ્યક્તિ પાર્ટીના 'હાઈજેક' ન કરી શકે,રાજકીય યુદ્ધથી કોઈ સંતુષ્ટ નહીંઃ રાઉત

રાઉતે એ પણ ચેતવણી (Sanjay Raut Warned about political Drama) આપી હતી કે સૈનિકો અથવા શિવસેના કાર્યકર્તાઓ રાજ્યમાં (Maharashtra Political Crises) વર્તમાન રાજકીય ઘટનાક્રમથી ખુશ નથી અને માત્ર હાઈકમાન્ડના (Order For high Command) આદેશની રાહ જોઈ રહ્યા છે.

મુંબઈઃ છેલ્લા સાત દિવસથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય 'મહાભારત'માં (Maharashtra political Crises) દરરોજ નવા નવા નિવેદનો સામે આવી રહ્યા છે. ખાસ કરીને શિવસેનાના સંજય રાઉત (Sanjay Raut Warned about political Drama) અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એવું પણ મનાય છે કે, મુખ્યપ્રધાન ઠાકરે શરદ પવારને (Sharad Pawar NCP) સંકટમોચન માની રહ્યા છે. પણ પવારે પણ પાર્ટીનો અંદરનો પ્રશ્ન કહીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ માહોલ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મોટી વાત કરી. તેમણે કહ્યું કે, કોઈ પાર્ટીને હાઈજેક ન કરી શકે.

  • Outside Maharashtra, you are eagles. But people's patience is wearing thin. Right now Shiv Sainiks have not come out on the streets. If they do, the streets will be on fire: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/PZyjRa0Rmm

    — ANI (@ANI) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ શું એકનાથ શિંદેને મળશે પાર્ટીનું પ્રતીક અને નામ?

પાર્ટીને 'હાઇજેક' કરી શકશે નહીંઃ શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે પાર્ટીના પાયાને વિસ્તારવાની મોટી તક છે. કોઈ પણ પાર્ટીને 'હાઇજેક' કરી શકશે નહીં. સેનાના પ્રવક્તા સંજય રાઉતને ઉદ્ધવ ઠાકરેના વફાદાર મનાય છે. એકનાથ શિંદેના બળવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત કહી હતી. રાઉતે એ પણ ચેતવણી આપી હતી કે સૈનિકો અથવા શિવસેનાના કાર્યકરો રાજ્યમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમથી સંતુષ્ટ નથી. તેઓ માત્ર હાઈકમાન્ડના આદેશની રાહ જોઈ રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે પૈસા આપીને કોઈ પાર્ટી ખરીદી શકે નહીં.

આ પણ વાંચોઃ સરકાર પર તલવાર લટકતી હોવા છતાં, બે દિવસમાં 130 દરખાસ્તો મંજૂર

એમની સુરક્ષા પાર્ટીની જવાબદારી નથીઃ "આ બાળાસાહેબની શિવસેના છે. શિવસેના આજે હજારો લાખો શિવસૈનિકોના બલિદાનને કારણે ઉભી છે. પાર્ટી એકજૂટ અને મજબૂત છે." બળવાખોર ધારાસભ્યો વિશે બોલતા રાઉતે કહ્યું કે આ અસંતુષ્ટો હાલમાં મહારાષ્ટ્રની બહાર છે. તેમની સુરક્ષા માટે પાર્ટી જવાબદાર નથી. મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને તેમણે કહ્યું કે, ફડણવીસે આ ગડબડમાં ન પડવું જોઈએ, તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.