ETV Bharat / bharat

શ્રદ્ધા વોકર મર્ડર કેસ: સાકેત કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટને મંજૂરી આપી

author img

By

Published : Nov 17, 2022, 9:38 AM IST

શ્રદ્ધા વોકર હત્યા કેસમાં પોલીસની અરજી સ્વીકારીને સાકેત કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે. (Saket court allows narco test of accused )આ પહેલા દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે અરજી કરી હતી.

શ્રદ્ધા વોકર મર્ડર કેસ: સાકેત કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
શ્રદ્ધા વોકર મર્ડર કેસ: સાકેત કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટને મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાજધાનીના મહેરૌલી વિસ્તારમાં સામે આવેલા શ્રદ્ધા વોકર મર્ડર કેસને લઈને લોકોમાં ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર લોકો આરોપી આફતાબને કડક સજાની માંગ કરી(Saket court allows narco test of accused ) રહ્યા છે. આ ક્રમમાં, બુધવારે, સાકેત કોર્ટે પોલીસને આરોપીનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. અગાઉ પોલીસે સાકેત કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે અરજી કરી હતી. બીજી તરફ બુધવારે પોલીસ આફતાબને મેડિકલ ટેસ્ટ માટે એઈમ્સમાં લઈ ગઈ હતી. આ સાથે પોલીસ ફરી એકવાર આફતાબના રૂમમાં તપાસ માટે ગઈ હતી અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આફતાબ તપાસને વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં નાર્કો ટેસ્ટ દ્વારા ઘણા રહસ્યો બહાર આવી શકે છે.

નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી: દિલ્હી પોલીસ કમિશનરના આદેશ બાદ સ્પેશિયલ સીપી અને જોઈન્ટ સીપીની દેખરેખ હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે.(Shraddha Walker Murder Case ) જેમાં ટ્રાફિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સ્ટાફ સહિત અનેક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. મૃતક શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યુ નથી અને તેને શોધવા માટે ટીમના પ્રયાસો ચાલુ છે. બુધવારે આરોપી આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાંથી નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે મહેરૌલીના જંગલમાં પણ આરોપીઓને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ ઘણી વખત પોતાનું નિવેદન બદલ્યું છે અને તે પોલીસને સહકાર નથી આપી રહ્યો.

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ: મળતી માહિતી મુજબ, કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે કારણ કે આફતાબ પોલીસને ખોટી માહિતી આપી રહ્યો છે. આરોપીએ હજુ સુધી પોલીસને જણાવ્યું નથી કે તેણે મૃતક મહિલા શ્રદ્ધા વોકરના મોબાઈલ ફોન સાથે શું કર્યું. પોલીસને આશંકા છે કે આરોપીએ જે હથિયારથી હત્યા કરી છે તેની ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.