ETV Bharat / bharat

ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

author img

By

Published : May 10, 2022, 5:39 PM IST

છેલ્લા ઘણા દિવસોથી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો (Rupee lowest to Dollar) પડી રહ્યો છે. ફેડરલ રિઝર્વે તાજેતરમાં બેન્ચમાર્ક ફંડ રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે ડોલર મજબૂત થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, રૂપિયાના અવમૂલ્યનની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડશે.

ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

નવી દિલ્હીઃ ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. સોમવારે રૂપિયો રેકોર્ડ નીચલા (Rupee lowest to Dollar) સ્તરે પહોંચી ગયો હતો. એક અમેરિકન ડૉલરની કિંમત 77.5 રૂપિયા થઈ ગઈ. જો કે, ઓલ-ટાઇમ નીચી સપાટીએ પહોંચ્યા પછી, મંગળવારે રૂપિયો થોડો મજબૂત થયો અને 77.33 પર પહોંચ્યો. નિષ્ણાતોના મતે (Expert opinion on Indian Rupee) રૂપિયામાં આ સુધારો ટકાઉ માનવામાં આવતો નથી. ભારતીય રૂપિયાનું સત્તાવાર અવમૂલ્યન (rupee lowest to dollar today) થયું નથી, પરંતુ માંગમાં વધારો થવાને કારણે યુએસ ડોલરની કિંમતમાં વધારો થયો છે, જેના કારણે વિનિમય દરમાં આ તફાવત આવ્યો છે.

આ પણ વાંચો: શું પત્ની થાકી ગઈ હોય ત્યારે સંબંધનો ઇનકાર કરે તે યોગ્ય છે? જાણો ભારતીય પુરુષોનું શું કહેવું છે!

મોટા જથ્થામાં તેલની આયાત, સોનું અને લક્ઝરી ચીજવસ્તુઓ પર ખર્ચમાં સતત વધારાને પગલે ડૉલર (rupee to dollar conversion) મજબૂત થયો છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરમાં વધારાની શક્યતાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. યુએસ બોન્ડમાં પણ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, તેનો ફાયદો ડોલરને મળી રહ્યો છે.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં લગ્ન દરમિયાન ચોંકાવનારો કિસ્સો.. વિધી દરમિયાન જ પાવર કટ થતા અંધકારને કારણે દુલ્હનની અદલાબદલી

નિષ્ણાતો માને છે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો હજુ પણ ચાલુ રહેશે, નબળા એશિયન કરન્સી, ફુગાવો અને ઘટતા વિદેશી હૂંડિયામણની અસર રૂપિયા પર જોવા મળશે. રુસો-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મર્યાદિત હસ્તક્ષેપને કારણે આગામી સમયમાં એક ડોલરની કિંમત 78 રૂપિયા સુધી પહોંચી શકે છે. એવું નથી કે માત્ર ભારતીય રૂપિયો જ ડૉલર સામે ગગડ્યો છે, એશિયાના ઘણા દેશોની કરન્સી પણ નબળી પડી છે. વધતા વ્યાજદર અને મંદીની ચિંતાએ વૈશ્વિક બજારમાં પ્રભુત્વ જમાવ્યું છે. મોંઘવારી અંગે વધેલી ચિંતાઓને કારણે રોકાણકારો જોખમ લેવા માંગતા નથી.

ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઘટી રહ્યો છે. વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $600 બિલિયનની નીચે આવી ગયો છે. તે સતત આઠ સપ્તાહથી ઘટી રહ્યો છે. ભારત તેની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જેના કારણે દેશનું આયાત બિલ પણ વધશે. વિદેશી હૂંડિયામણ પર વધુ ખર્ચ થવાને કારણે વિદેશી અનામત પણ ઓછી રહેશે. સાથે જ દેશમાં મોંઘવારી પણ વધશે. ખાસ કરીને તે બધી વસ્તુઓ મોંઘી થશે જેની ભારત આયાત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.