ETV Bharat / bharat

Hindu And Hindutva: RSSના નેતા સુરેશ ભૈયાજી જોશીએ રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના નિવેદન પર કર્યા આકરા પ્રહારો

author img

By

Published : Dec 22, 2021, 12:24 PM IST

RSSએ 'હિંદુ' અને 'હિંદુત્વ'ના (hindu and hindutva) વિવાદને ભ્રમ પેદા કરવાનો પ્રયાસ (Hinduism and Hindutva controversy) ગણાવ્યો છે. અગ્રણી સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું કે, હિન્દુ અને હિન્દુત્વ એક જ છે.

Hindu And Hindutva: RSSના નેતા સુરેશ ભૈયાજી જોશીના રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના નિવેદન પર આકરા પ્રહાર
Hindu And Hindutva: RSSના નેતા સુરેશ ભૈયાજી જોશીના રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના નિવેદન પર આકરા પ્રહાર

ન્યૂઝ ડેસ્ક: રાહુલ ગાંધીના 'હિંદુ' અને 'હિંદુત્વ'ના (hindu and hindutva) નિવેદન પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યાં ભાજપ 'હિંદુ' અને 'હિંદુત્વ'ને અલગ કરવા માટે કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે, તો કોંગ્રેસ તેને હિંદુત્વને સંઘ અને ભાજપ દ્વારા રચાયેલ શબ્દ તરીકે ગણાવી રહી છે. હવે ફરી એકવાર આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી નિવેદન આવ્યું છે. RSSના નેતા સુરેશ ભૈયાજી જોશી કહે છે કે, 'હિંદુ' અને 'હિંદુત્વ' બે અલગ અલગ વિચારો નથી, તેઓ સમાન છે. આ વિષય પર બિનજરૂરી વિવાદ એ મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ છે.

રાહુલે હિન્દુ અને હિન્દુત્વને અલગ કહીને ભાજપની ટીકા કરી

અમેઠીમાં પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વ વિશે નિવેદન (rahul on gandhi hindu and hindutva) આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વવાદી ગંગામાં એકલા સ્નાન કરે છે. હિન્દુઓ કરોડો લોકો સાથે ગંગામાં સ્નાન કરે છે. એક બાજુ હિન્દુ છે, અને બીજી બાજુ હિન્દુત્વવાદી છે. એક બાજુ હકીકત છે, તો બીજી બાજુ ખોટાપણુ છે. હિંદુઓ સાચું બોલે છે, અને હિંદુત્વવાદીઓ જુઠ્ઠું બોલે છે. અગાઉ જયપુરમાં પણ રાહુલે હિન્દુ અને હિન્દુત્વને અલગ-અલગ કહીને ભાજપની ટીકા કરી હતી. કોંગ્રેસ પણ આ મુદ્દે સતત પ્રહારો કરી રહી છે.

રાહુલ પાસે બહુ ઓછી જાણકારી અને સમજ છે

ભૈયાજી જોશી પહેલા પણ RSSના નેતાઓ આ મુદ્દે નિવેદનો આપતા રહ્યા છે. RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, હિન્દુત્વ વિના હિન્દુનું અસ્તિત્વ જ નથી. હિંદુ અને હિંદુત્વ શબ્દો વચ્ચેનો તફાવત કરીને રાહુલ ગાંધીએ પોતાની આત્માને શરીરથી અલગ કરી દીધી છે. રાહુલ પર કટાક્ષ કરતા તેણે કહ્યું કે તેની પાસે બહુ ઓછી જાણકારી અને સમજ છે.

આ પણ વાંચો:

Rahul Gandhi Visit Kerala: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ કેરળના પ્રવાસે

Mob lynching in India: રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર, કેન્દ્ર સરકારનો માન્યો આભાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.