ETV Bharat / bharat

RRR 1000 cr Success Party: RRR સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, સાથે મળીને કાપી કેક

author img

By

Published : Apr 7, 2022, 3:41 PM IST

RRR ફિલ્મ 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ થઈ હતી (RRR 1000 crore success bash in mumbai) અને પહેલા જ દિવસે ફિલ્મે દુનિયાભરમાં 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મના 1000 કરોડના કલેક્શન પર મુંબઈની સહારા હોટલમાં સક્સેસ પાર્ટી (RRR 1000 cr Success Party) રાખવામાં આવી હતી.

RRR 1000 cr Success Party: RRR સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, સાથે મળીને કાપી કેક
RRR 1000 cr Success Party: RRR સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, સાથે મળીને કાપી કેક

હૈદરાબાદ: એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' એ સમગ્ર ભારતમાં તેના બોક્સ ઓફિસ કલેક્શન (Box office collection) સાથે (RRR 1000 crore success bash in mumbai ) તોફાન મચાવ્યું છે. ફિલ્મની કુલ કમાણી 12માં દિવસે 1000 હજાર કરોડની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મના લગભગ 1000 કરોડના આ કલેક્શન સાથે 'RRR'ની આખી ટીમની ખુશી સાતમા આસમાને (RRR 1000 cr Success Party) છે. આ અપાર આનંદના અવસર પર, મુંબઈમાં ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવુડના સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર, રામ ચરણ અને ફિલ્મ 'RRR'ના દિગ્દર્શક રાજામૌલી સહિત ઘણી હસ્તીઓ હાજર રહી હતી. તેમજ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ 'RRR'ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યાં હતા.

RRR 1000 cr Success Party: RRR સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, સાથે મળીને કાપી કેક
RRR 1000 cr Success Party: RRR સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, સાથે મળીને કાપી કેક

આ પણ વાંચો: Ranbir-Alia's Punjabi Wedding : 13મીથી મહેંદી સેરેમની થશે શરૂ, સ્વિટ્ઝરલેન્ડમાં મનાવશે હનીમૂન

250 કરોડથી વધુનો બિઝનેસ: આ ફિલ્મ 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે દુનિયાભરમાં 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ત્યારે પણ ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. ફિલ્મના 1000 કરોડના કલેક્શન પર મુંબઈની સહારા હોટલમાં સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. અહીં ડિરેક્ટર રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆરએ સાથે મળીને કેક કાપી હતી.

આમિર ખાન અને જોની લીવર હાજર: આ પ્રસંગે ફિલ્મના નિર્માતા, ફિલ્મના દિગ્દર્શક એસ. એસ રાજામૌલી, ફિલ્મ નિર્માતા કરણ જોહર, આમિર ખાન અને જોની લીવર પણ હાજર (aamir khan joins celebration) હતા. રાખી સાવંત પણ આ સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. તેણે અહીં આમિર ખાન અને જોની લીવર સાથે તસવીરો ક્લિક કરી હતી.

આ પણ વાંચો: પુષ્પા ભી ઝુકેગા : અભિનેતા અલ્લુ અર્જુને તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવું પડ્યું આટલા પૈસાનું ચલણ

અજય દેવગન અને આલિયા ગેરહાજર: આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન અને આલિયા ભટ્ટ, જેમણે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તે ગેરહાજર રહ્યા હતા. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ આ દિવસોમાં અયપ્પાની પૂજા કરી રહ્યા છે. તેથી જ તે 'RRR'ની સક્સેસ પાર્ટીમાં પત્ની સાથે ઉઘાડા પગે પહોંચ્યો હતો. આ પ્રસંગે જુનિયર એનટીઆરની પત્ની પણ હાજર હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.