ETV Bharat / bharat

Aryan Khan drugs case: NCB અધિકારીઓનું વર્તન શંકાસ્પદ, 7 થી 8 અધિકારીઓ રડાર પર

author img

By

Published : Oct 19, 2022, 11:44 AM IST

NCBની સ્પેશિયલ વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં (Aryan Khan drugs case) રિપોર્ટ દિલ્હી NCBઓફિસને મોકલી આપ્યો છે. આ સાથે મહત્વની વાત એ છે કે આ કેસમાં ઘણી ગેરરીતિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

Aryan Khan drugs case: NCB અધિકારીઓનું વર્તન શંકાસ્પદ, 7 થી 8 અધિકારીઓ રડાર પર
Aryan Khan drugs case: NCB અધિકારીઓનું વર્તન શંકાસ્પદ, 7 થી 8 અધિકારીઓ રડાર પર

મુંબઇ NCBની સ્પેશિયલ વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં (Aryan Khan drugs case) રિપોર્ટ દિલ્હી NCB ઓફિસને મોકલી આપ્યો છે. આ સાથે આ કેસમાં ઘણી ગેરરીતિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે આ તપાસમાં સામેલ NCB અધિકારીઓના ઈરાદા પર પણ સવાલો ઉભા થયા છે. આ કેસમાં 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ કેસને જોતા હવે એવું લાગી રહ્યું છે કે તપાસ દરમિયાન અન્ય કેટલીક તપાસમાં પણ ખામીઓ રહી ગઇ છે.

NCB અધિકારીઓ શંકાસ્પદ તપાસમાં કેટલાક લોકો સામે સિલેક્ટિવ હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે, જેના માટે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. જેઓ NCBની બહાર છે તેમની સામે કાર્યવાહી કરવા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. જણાવી દઈએ કે મુંબઈ ક્રૂઝ કેસમાં NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે. આ પછી સરકારે આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

અધિકારીઓની છટકબારીઓ આર્યન ખાન ગયા (Aryan Khan drugs case) વર્ષે 2 ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા દરમિયાન પકડાયો હતો. 22 દિવસ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો એ પછી તેને જામીન મળી ગયા હતા. એનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે એનસીબીના ટોચના અધિકારીઓ, એસઆઈટી દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમે આજે દિલ્હીમાં એનસીબીના મુખ્યાલયમાં તેનો તકેદારી અહેવાલ સુપરત કર્યો હતો. આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ દ્વારા ગેરવર્તણૂકના આરોપોની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. એસઆઈટીને અન્ય સંબંધિત અને બિનસંબંધિત કેસોની તપાસમાં પણ અધિકારીઓની છટકબારીઓ મળી છે. દોષિત ઠરેલા અધિકારીઓ સામે જો ગંભીર આરોપ સાબિત થાય તો તેમની NCBની બહાર પણ કરી દેવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.