ETV Bharat / bharat

મનોજ સિન્હાના નિવેદન પર તુષાર ગાંધીનો જવાબ, બાપુ પાસે લૉ ની ડિગ્રી હતી

author img

By

Published : Mar 25, 2023, 5:29 PM IST

Updated : Mar 25, 2023, 5:37 PM IST

એક સમયે વડાપ્રધાન મોદીની ડિગ્રીને તેમજ શિક્ષણને ચર્ચા થઈ હતી. હવે ગાંધીજીની ડિગ્રી તથા એજ્યુકેશન પર સામ-સામે વાતો થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાના નિવેદન પર હવે ખેંચતાણ જોવા મળી રહી છે. ગાંધીના પ્રપૌત્રએ ગાંધીની આત્મકથાની કોપી આપવા સુધીની વાત કહી છે.

ગાંધીજી માત્ર સ્કૂલ પાસ હતા, મનોજ સિન્હાના નિવેદન પર તુષાર ગાંધીએ આપ્યો આ જવાબ
ગાંધીજી માત્ર સ્કૂલ પાસ હતા, મનોજ સિન્હાના નિવેદન પર તુષાર ગાંધીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શુક્રવારે એક દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાસે કોઈ યુનિવર્સિટીની ડિગ્રી ન હતી. આ મામલે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ એમના નિવેદનનું ખંડન કર્યું છે. તુષાર ગાંધીએ એવું ટ્વિટ કર્યું હતું કે, એમ.કે.ગાંધીએ રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું છે. એ પછી લંડનમાં મેટ્રિક પાસ કર્યું હતું. એ પછી ઈનર ટેમ્પલમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. આ સાથે તેમણે બે ડિપ્લોમા કર્યા હતા. લેટિન અને ફ્રેન્ચ ભાષામાં ડિપ્લોમા કર્યું હતું. આ તમામ વસ્તુઓ એમની આત્મકથામાં નોંધાયેલી છે.

આ પણ વાંચોઃ Gujarat jails Raid: રાજ્યભરની તમામ જેલોમાં બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ

શું છે મામલોઃ ગુરૂવારે આઈટીએમ ગ્વાલિયરમાં ડૉ. રામ મનોહર લોહિયા સ્મૃતિ વ્યાખ્યાનમાં પોતાના સંબોધનમાં મનોજ સિન્હાએ આ વાત કહી હતી. તુષાર ગાંધીએ એવું પણ ટ્વિટ કર્યું હતું કે, હું બાપુની આત્મકથાની એક કોપી રાજભવન જમ્મુને એ આશા સાથે મોકલું છું. જેને ઉપરાજ્યપાલ વાંચી શકે છે. તેથી એમને બાપુ વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહેશે. તેમણે એવું પણ લખ્યું હતું કે, હું માનું છું કે, બાપુ પાસે સંપૂર્ણ કાયદાની ડિગ્રી ન હતી. કેટલાક લોકો મને સલાહ આપતા હોય હતા કે, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પર દાવો કરૂ. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ પણ કોર્ટને જવાબદાર નથી. કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે,

શું કહ્યું સિન્હાએઃ મનોજ સિંહાએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી પાસે કાયદાની કોઈ ડિગ્રી ન હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો બદલો પણ લેશે, પરંતુ હું તથ્યો સાથે આગળ વાત કરીશ. તેમણે કહ્યું હતું- કોણ કહેશે કે ગાંધીજી શિક્ષિત-પ્રશિક્ષિત ન હતા? પરંતુ શું જાણો છો કે તેમની પાસે યુનિવર્સિટીની કોઈ ડિગ્રી કે લાયકાત ન હતી. તેની પાસે માત્ર હાઇ-સ્કૂલ ડિપ્લોમા ડિગ્રી હતી. તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે લાયક હતા, પરંતુ તેની પાસે કાયદાની સંપૂર્ણ ડિગ્રી ન હતી.

અંદરનો અવાજઃ મનોજ સિંહાએ કહ્યું કે માત્ર ડિગ્રી એ શિક્ષણ નથી. મહાત્મા ગાંધી પાસે માત્ર હાઈસ્કૂલ ડિપ્લોમાની ડિગ્રી હતી. જો કે, તેમણે મહાત્મા ગાંધી વિશે એમ પણ કહ્યું હતું કે ગમે તેટલા પડકારો આવ્યા, ગમે તેટલી કસોટીઓ આવે, તેમણે ક્યારેય સત્યનો ત્યાગ કર્યો નથી. મહાત્મા ગાંધીએ અંદરના અવાજને ઓળખ્યો હતો. પરિણામે, તેઓ રાષ્ટ્રપિતા બન્યા.

Last Updated : Mar 25, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.