ETV Bharat / bharat

રેપો રેટમાં 0.35 ટકાનો વધારો, તમામ પ્રકારની લોન થશે મોંઘી

author img

By

Published : Dec 7, 2022, 12:32 PM IST

રેપો રેટમાં 0.35 ટકાનો વધારો
રેપો રેટમાં 0.35 ટકાનો વધારો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBI અનુસાર હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણયથી હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.

દિલ્હી: દેશના સામાન્ય માણસને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો(Repo rate hiked by 0.35 percent) કરવાની જાહેરાત કરી છે. RBI અનુસાર હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થશે. આ વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ બેંકે અત્યાર સુધીમાં ચાર વખત પોલિસી રેટ વધાર્યા છે.

સતત પાંચમી વખત વધારો: ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિની બેઠક બાદ આ વર્ષે રેપોમાં સતત પાંચમી વખત વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હોમ લોન-ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે અને લોકોએ વધુ EMI ચૂકવવી પડશે. હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. એમપીસીની બેઠક બાદ બુધવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પોલિસી રેટ વધારવાની જાહેરાત કરી હતી.

લોન થશે મોંઘી:ઉલ્લેખનીય છે કે, રેપો રેટમાં વધારો થયા બાદ તમારી લોનની EMI વધી શકે છે. આ સાથે તમારા માટે લોન લેવી મોંઘી થઈ જશે. રેપો રેટમાં વધારાને કારણે બેંકોના લોનના દરમાં વધારો થાય છે, જેની અસર બેંકના ગ્રાહકો પર પડે છે.

મોંઘવારી દરમાં વધારો: RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, અમે વધુ એક પડકારજનક વર્ષના અંતમાં આવ્યા છીએ અને માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી દરમાં વધારો થતો જોવા મળ્યો છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે દેશમાં સપ્લાય ચેઇનની સ્થિતિ પડકારોનો સામનો કરી રહી છે. બેંક ધિરાણ વૃદ્ધિ હાલમાં બે આંકડાથી ઉપર આવી રહી છે, જ્યારે ફુગાવાનો દર હાઇ સ્તરે રહે છે. MPCના 6 માંથી 5 સભ્યોએ બહુમતીથી રેપો રેટ વધારવાની તરફેણ કરી હતી, જે બાદ RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.