ETV Bharat / bharat

આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, જાણી લો નહીં તો...

author img

By

Published : Aug 1, 2022, 11:08 AM IST

આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, જાણી લો નહીં તો...
આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, જાણી લો નહીં તો...

આજથી અન્ય ઘણા ફેરફારો લાગુ કરવામાં આવી (4 rules changed from August 1 2022) રહ્યા છે, જેની અસર આપણા બધાને થશે. આજથી બેંક ઓફ બરોડા (BOB) ચેક પેમેન્ટના નિયમો બદલાશે અને ઈન્કમટેક્સ રિટર્ન ભરનારાઓએ દંડ પણ જમા કરાવવો પડશે.

નવી દિલ્હીઃ આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. 1 ઓગસ્ટથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. રોકડ વ્યવહારને લગતા નિયમો પણ બદલાઈ રહ્યા છે. આ સાથે આજથી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે. આ સિવાય ઘરેલું ગેસ સિલિન્ડર (LPG પ્રાઇસ)ની કિંમતોમાં પણ ફેરફાર કરવામાં (4 rules changed from August 1 2022) આવ્યો છે. આજથી બેંક ઓફ બરોડા (BOB)ના ચેક સંબંધિત નિયમો બદલાશે.

આ પણ વાંચો: ભાજપની મોટી જાહેરાત: '2024માં નરેન્દ્ર મોદી ફરીથી બનશે PM પદના ઉમેદવાર'

એલપીજી સિલિન્ડરની કિંમત: દેશમાં એલપીજી યુઝર્સ માટે એલપીજીના ભાવમાં (lpg price) રાહત મળી છે, આજથી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તું થયું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 36 રૂપિયા સસ્તુ થયુ છે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે 1976.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 2012.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની એક તારીખે નક્કી કરવામાં આવે છે. ગયા મહિને પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

RULES CHANGE FROM 1 AUGUST 2022
RULES CHANGE FROM 1 AUGUST 2022

બેંક ઓફ બરોડાએ કર્યો મોટો ફેરફાર: આજથી બેંક ઓફ બરોડા (BOB)ના ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમો બદલાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન (Bank of Barodas check payment rules changed ) બાદ બેંક ઓફ બરોડાએ ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને જાણ કરી છે કે 1 ઓગસ્ટથી 5 લાખ કે તેથી વધુ રકમના ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત ચેક ઇશ્યુ કરનારે SMS, નેટ બેંકિંગ અથવા મોબાઇલ એપ દ્વારા ચેકથી સંબંધિત માહિતી બેંકને આપવાની રહેશે, ત્યાર બાદ જ ચેક ક્લિયર થશે.

RULES CHANGE FROM 1 AUGUST 2022
RULES CHANGE FROM 1 AUGUST 2022

આ પણ વાંચો: LPGના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો સસ્તો થયા ગેસ સિલિન્ડર

ITR ફાઈલ કરવા માટે ફાઈન: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની (itr late fine) છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. હવે આજથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા પર મોડો દંડ લાગશે. ઈન્કમટેક્સ ઈન્ડિયાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ વખતે સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં. સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવા માટે, 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી આવક પર 1,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. 5 લાખથી વધુ આવક માટે લેટ ફી 5,000 રૂપિયા હશે. આ રકમ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે.

RULES CHANGE FROM 1 AUGUST 2022
RULES CHANGE FROM 1 AUGUST 2022

પોઝિટિવ પે સિસ્ટમ: રિઝર્વ બેંકે બેંકિંગ છેતરપિંડીઓને રોકવા માટે વર્ષ 2020માં ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ (positive pay system) રજૂ કરી હતી. આ સિસ્ટમ દ્વારા ચેક દ્વારા ચુકવણી માટે 50,000 થી વધુની ચુકવણી માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતીની જરૂર છે. બેંક ઓફ બરોડા આજથી આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ મુજબ એસએમએસ, બેંકની મોબાઈલ એપ અથવા એટીએમ દ્વારા ચેક જારી કરનાર વ્યક્તિએ બેંકોને ચેક સંબંધિત કેટલીક માહિતી આપવી પડશે.

RULES CHANGE FROM 1 AUGUST 2022
RULES CHANGE FROM 1 AUGUST 2022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.