ETV Bharat / bharat

RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

author img

By

Published : Aug 27, 2021, 6:57 PM IST

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ડિજિટલ કરન્સી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન આ ડિજિટલ કરન્સીના લોન્ચિંગ અંગે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ડિજિટલ કરન્સી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે.

RBIના ગવર્નરે ભારતમાં ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત
RBIના ગવર્નરે ભારતમાં ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

  • RBI ગવર્નર ડિજિટલ કરન્સી અંગે શક્તિકાંત દાસનું નિવેદન
  • ડિસેમ્બર 2021 સુધીમાં ટ્રાયલ શરૂ કરાશે
  • ડિજિટલ કરન્સીને કાનૂની ટેન્ડર તરીકે ઓનલાઇન ઓફર

ન્યૂઝ ડેસ્ક : ભારતમાં ડિજિટલ કરન્સી માટે પ્રથમ વખત ડિસેમ્બર 2021 સુધીમાં પરીક્ષણ શરૂ કરી શકાય છે. આ નિવેદન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આપ્યું હતું. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી CBDC તરીકે પણ ઓળખાય છે, ડિજિટલ કરન્સીને કાનૂની ટેન્ડર તરીકે ઓનલાઇન ઓફર કરવામાં આવે છે.

RBI ડિજિટલ કરન્સી અંગે ખૂબ જ સાવધ

એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં RBIના ગવર્નરે જણાવ્યું હતું કે, RBI ડિજિટલ કરન્સી અંગે ખૂબ જ સાવધ અને સાવચેત છે. તેણે કહ્યું કે આ એક સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ છે, જેના વિશે તે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે RBI ડિજિટલ કરન્સીની સલામતી, નાણાકીય નીતિ, તેની અસર અને કરન્સીમાં રોકડ સહિત વિવિધ પાસાઓ જોઈ રહી છે.

વર્ષના અંત દેશ સક્ષમ :RBI

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ વિચારે છે કે વર્ષના અંત સુધીમાં અમે સંપૂર્ણ રીતે સક્ષમ થઈ જઈશું અને ડિજિટલ કરન્સીની પ્રથમ ટ્રાયલ શરૂ કરી શકીશું. RBIના વડાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેન્ક ડિજિટલ કરન્સી માટે કેન્દ્રીયકૃત ખાતાવહીનો ઉપયોગ કરવા અને બહુવિધ સહભાગીઓનો ડિજિટલ ડેટાબેઝ રાખવાનો વિકલ્પ જોઈ રહી છે, જેને ડિસ્ટ્રિબ્યૂટર લેસર ટેકનોલોજી પણ કહેવાય છે.

ડિજિટલ કરન્સી ક્યારે લોન્ચ કરાશે

ઉલ્લેખનીય છે કે, RBIને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે આખરે તેઓ પોતાનું ડિજિટલ કરન્સી ક્યારે લોન્ચ કરશે. ખાસ કરીને બિટકોઇનની લોકપ્રિયતા વધ્યા બાદ આ પ્રશ્નને લઈને RBI પર દબાણ વધવા લાગ્યું છે. RBIએ બિટકોઈન પર પણ પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પરથી પ્રતિબંધ હટાવી લીધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.