ETV Bharat / bharat

RLD પ્રમુખ ચૌધરી અજિતસિંહનું કોરોનાના કારણે નિધન

author img

By

Published : May 6, 2021, 10:07 AM IST

ચૌધરી અજિતસિંહ
ચૌધરી અજિતસિંહ

RLD પ્રમુખ ચૌધરી અજિત સિંહનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને કોરોના ચેપ લાગ્યો હતો. ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ચૌધરી અજિતસિંહના અવસાનના સમાચાર સાંભળીને RLD કાર્યકરોમાં શોકનું મોજુ ફેલાયું છે.

  • RLDના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહનું નિધન
  • ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • કોરોના સંક્રમણના કારણે થયું અજિતસિંહનું નિધન

લખનઉ/ગુરુગ્રામ : રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહનું નિધન થયું છે. તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મંગળવારે રાત્રે 86 વર્ષીય અજિત સિંહની તબિયત લથડી હતી. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વધતા ફેફસાના ચેપને કારણે તેની હાલત નાજૂક થઇ ગઇ હતી.

અજિતસિંહ ચૌધરીનું 86 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું

પૂર્વ મુખ્યપ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર ચૌધરી અજિતસિંહ બાગપતથી 7 વાર સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રહી ચૂક્યા છે. 86 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ બાગપત સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચૌધરી અજિતસિંહના મોત પછી RLD કાર્યકરોમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રવક્તા મનોજ મિશ્રાનું કોરોનાના કારણે નિધન

જયંત ચૌધરીએ ટ્વીટ કરીને માહિતી આપી

રાષ્ટ્રીય લોક દળ (RLD)ના મહામંત્રી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહના પુત્ર જયંત ચૌધરીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

છેલ્લી 2 ચૂંટણીઓમાં રાષ્ટ્રીય લોકદળનો ગ્રાફ ખૂબ જ નીચે ગયો

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અજિતસિંહનું વર્ચસ્વ ખૂબ વધારે હતું. તેઓને જાટોની મોટા નેતા માનવામાં આવતા હતા. તેઓ ઘણી વખત કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા હતા. પરંતુ છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓ અને 2 વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાષ્ટ્રીય લોકદળનો ગ્રાફ ખૂબ જ ઝડપથી નીચે ગયો હતો. આ જ કારણ હતું કે, અજિતસિંહે તેમના ગઢ બાગપતથી પણ લોકસભાની ચૂંટણી હારી હતી. અજિતસિંહનો પુત્ર જયંત ચૌધરી પણ મથુરા લોકસભા બેઠક પરથી હાર્યો હતો.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન

અજિત સિંહ 22 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા

RLDના વડા ચૌધરી અજિત સિંહ 22 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર પછી તેના ફેફસામાં ચેપ ધીરે-ધીરે વધતો ગયો હતો. મંગળવારે(4 મે)ના રોજ જ્યારે તેની તબિયત વધુ લથડી ત્યારે તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.