ETV Bharat / bharat

11 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર બેવડા પિતાને બેવડી આજીવન કેદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 5:52 PM IST

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં પુત્રી પર બળાત્કાર ગુજારનાર પિતાને કોર્ટે બેવડી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારતા કોર્ટે કહ્યું કે, દંડની રકમ જમા ન કરાવે તો ગુનેગારને 2 વર્ષની વધારાની સજા ભોગવવી પડશે.

DOUBLE LIFE IMPRISONMENT
DOUBLE LIFE IMPRISONMENT

ઉત્તર પ્રદેશ : કન્નૌજમાં સાડા 5 વર્ષ પહેલા એક બેવડા પિતાએ નશાની હાલતમાં તેની 11 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત પોતાને બચાવવા માટે આરોપીએ પોતાના જ સગા ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન પીડિત બાળકીએ જણાવ્યું કે, તેના પિતાએ આ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો હતો. ગુરુવારે કન્નૌજ પોક્સો કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવીને બેવડી આજીવન કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શું હતો મામલો ? આ ઘટના 20 એપ્રિલ 2018 ની છે. કન્નૌજ જિલ્લાના વિષ્ણુગણ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો એક વ્યક્તિ નશાની હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. આ વ્યક્તિએ પોતાની જ 11 વર્ષની દીકરી પર ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી પિતાએ પોતાના સગા નાના ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, 15 એપ્રિલે તે વોરંટ પર જેલમાં ગયો હતો. 20 એપ્રિલે જ્યારે તે જેલમાંથી છૂટીને ઘરે પરત આવ્યો ત્યારે પુત્રીએ જણાવ્યું કે, તેના કાકાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત બાળકીએ કર્યો ખુલાસો : પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે પીડિત બાળકીનું નિવેદન નોંધ્યું ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. પીડિત બાળકીએ પોતાના નિવેદનમાં તેના પિતા પર ગંભીર આરોપ લગાવતા પોલીસને જણાવ્યું કે, તેના પિતાએ જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેમજ તેના કાકાનું નામ પોલીસ સમક્ષ જાહેર કરવા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ તેના પિતાએ ખેતરમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

સમાજને શર્મસાર કરતો કેસ : કેસની સુનાવણી કરી રહેલા પોક્સો એક્ટ કોર્ટના વિશેષ ન્યાયાધીશ અલકા યાદવે કહ્યું કે, આ અપરાધ પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરે છે, જે સમાજ માટે ખૂબ જ ખતરનાક છે. પિતાએ પોતાની જ દીકરી પર બળાત્કાર કરીને આખા સમાજને શર્મસાર કર્યો છે. આ કારણોસર આરોપીને બેવડી આજીવન કેદની સજા અને 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે.જો દોષિત દંડ ન ભરે તો તેને વધુ 2 વર્ષની સજા ભોગવવી પડશે.

પીડિત બાળકીનું શું ? વિશેષ ન્યાયાધીશે કન્નૌજના ડીએમ શુભ્રાંત શુક્લાને નિર્દેશ આપતા કહ્યું કે, માસૂમ બાળકીના સારા ભવિષ્ય માટે જરૂરી પગલાં લેવા જોઈએ, તેના ઉછેરની સાથે તેના શિક્ષણ, ભરણપોષણ, સુરક્ષિત ભવિષ્ય અને પુનર્વસનની પણ નિયમો અનુસાર વ્યવસ્થા કરવી જોઈએ.

ડબલ આજીવન કેદની સજા : સરકારી વકીલ નવીન દુબેએ કહ્યું કે, કોર્ટે બળાત્કારના દોષિત પિતાને બે અલગ-અલગ કલમો હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે. કલમ 376/2/F હેઠળ પ્રથમ સજા 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ રક્ષણ હેઠળ હોવા છતાં બળાત્કાર કરે છે તો સખત આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  1. ઝાંસી મેડિકલ કોલેજમાંથી મળ્યા માનવ હાડપિંજર-ખોપરી અને હાડકા, માનવ અંગોની તસ્કરીની આશંકા
  2. મહિલા ન્યાયાધીશની જાતીય સતામણી; CJIને ખુલ્લો પત્ર લખ્યો, મરવાની પરવાનગી માંગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.