ETV Bharat / bharat

રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

author img

By

Published : Aug 22, 2021, 6:13 AM IST

Updated : Aug 22, 2021, 6:28 AM IST

20 માર્ચ 1858ના રોજ, વીરાંગના રાણી અવંતીબાઈ લોધીએ યુદ્ધ લડતાં ચારેબાજુથી ઘેરાયેલાં ત્યારે તલવાર વડે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું પરંતુ તે પહેલા તેણે અંગ્રેજોના દાંત એવા ખાટાં કર્યાં હતાં કે મંડલા સમગ્ર દેશમાં આઝાદ થનાર પ્રથમ સ્ટેટ હતું. રામગઢનાં રાણી અવંતીબાઈની વીરતાની વાત યાદ કરાવતો અહેવાલ.

રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં
રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

  • રાણી અવંતીબાઇએ અંગ્રેજોને આપ્યો હતો પડકાર
  • પહેલું રાજ્ય હતું જેને મળી હતી સ્વતંત્રતા
  • ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાયું છે રાણીનું નામ

ન્યૂઝ ડેસ્ક: અંગ્રેજો સાથે લડતી એક રાણી જેણે તલવાર હાથમાં લીધી અને પોતાના રાજ્યની આઝાદી માટે યુદ્ધના મેદાનમાં અંગ્રેજી સેનાની સામે કૂદી પડી. અને છેલ્લી ઘડીએ કહ્યું,' અમારી દુર્ગાવતીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતેજીવ તેને કોઇ સ્પર્શી નહીં શકેે. આ ભૂલશો નહીં " ભારતને 1947માં આઝાદી મળી પરંતુ તેની એક સદી પહેલાં 23 નવેમ્બર 1857ના રોજ, ખૈરી યુદ્ધ પછી આદિવાસી પ્રભુત્વ ધરાવતું મંડલા સ્વતંત્ર બન્યું હતું. મહત્વના ગણાતાં મંડલામાં રાણી અવંતીબાઈ પોતાના ભાગ્યને અજમાવવાનાં હતાં. દુઃખની વાત છે કે આ વિજય લાંબો સમય ટક્યો નહીં. પરંતુ તેનાથી ભારતીયોને પ્રોત્સાહન મળ્યું કે બ્રિટિશ શાસનમાં સૂર્ય અસ્ત થઈ શકે છે, જેમાં સૂર્ય ક્યારેય ડૂબતો નથી. રાત ભલે સો વર્ષ લાંબી હોય પણ એક દિવસ આઝાદીનો સૂરજ ખીલશે.

અવંતીબાઈ, આ રાણીને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

જમીનદાર પિતાના ઘરે થયો હતો જન્મ

મંડલા જિલ્લામાં રાણી અવંતીબાઈ જેનું નામ આજે પણ પૂરા આદર અને ગૌરવ સાથે લેવામાં આવે છે. આજે પણ જ્યારે વિશ્વમાં મહિલા જાગૃતિ અને સમાનતા માટે વિવાદ ચાલુ છે, ત્યારે તે સમયે રાણી અવંતીબાઈ સ્ત્રી શક્તિની ઓળખ હતાં. સિયોની જિલ્લાના માનકહાની ગામના જમીનદાર રાવ જૂઝારસિંઘના ઘેર 16 ઓગસ્ટ 1831 એક પુત્રીનો જન્મ થયો હતો. નામ હતું અંતોબાઈ. વય વધવા સાથે અંતોબાઈની હિંમત અને બહાદુરીની વાતો ચારે બાજુ ફેલાઈ રહી હતી. પિતા હવે તેના લગ્ન વિશે ચિંતિત હતાં, અંતોબાઈ 1848માં રામગઢ રજવાડાની પુત્રવધૂ બન્યાં હતાં, જ્યાં તેને અવંતીબાઈ તરીકે નવું નામ મળ્યું.

પતિનું થયું હતું અકાળે અવસાન

1851માં રામગઢના રાજા અને વીરાંગના અવંતીબાઈ લોધીના સસરા લક્ષ્મણસિંઘનું નિધન થયું અને કુંવર વિક્રમાદિત્યસિંઘનો રામગઢના રાજા તરીકે રાજ્યાભિષેક થયો. તેઓ રાજકાજના કામ કરતાં વધુ ધર્મધ્યાનમાં રહેતાં.બ્રિટિશરોએ તેમને ડિરેન્જ પણ કર્યાં હતાં. થોડા વર્ષો બાદ રાજા વિક્રમાદિત્ય સિંઘની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેમના બંને પુત્રો અમાનસિંઘ અને શેરસિઘ હજુ નાના હતાં, જેના કારણે રાજ્યનો સમગ્ર ભાર રાણી અવંતીબાઈ લોધીના ખભે આવી ગયો. એક અકસ્માતમાં વિક્રમાદિત્યસિંઘના મૃત્યુ પછી, પ્રિન્સ અમાનસિંહ અને શેરસિંહ સગીર હોવાથી રાણીએ શાસન સંભાળ્યું. જેે બ્રિટિશ શાસન ગમતું ન હતું અને અંગ્રેજોએ રાજાના મૃત્યુ પહેલાં પણ ડિરેન્જ જાહેર કરેલાં હતાં ત્યાં રામગઢમાં 'કોર્ટ ઓફ વોર્ડ'નો અમલ કર્યો.

અંગ્રેજો બદલો લેવા માટે હતા ઉત્સુખ

માંડલાના ડેપ્યુટી કમિશનર વેડિંગ્ટન લાંબા સમયથી રાણીએ કરેલા અપમાનનો બદલો લેવા આતુર હતાં. વેડિંગ્ટને તેની સેનાનું પુનર્ગઠન કર્યું અને રામગઢના કિલ્લા પર હુમલો કર્યો. બ્રિટિશ સેનાની સરખામણીમાં રાણી અવંતીબાઈની સેના ઘણી નબળી હતી, તેમ છતાં બહાદુર સૈનિકો હિંમતવાન વીરાંગના અવંતીબાઈ લોધીના નેતૃત્વમાં બ્રિટીશ સેના સામે ખૂબ જોશથી લડી. છેવટે પરિસ્થિતિનો અહેસાસ થતાં રાણી કિલ્લો છોડીને દેવહરગઢની ટેકરીઓ તરફ નીકળી ગયાં. બ્રિટિશરોએ રાણીને શરણાગતિનો સંદેશો મોકલ્યો, પણ રાણીએ તેને નકારી કાઢ્યો.તેમણે અંગ્રેજોને સંદેશો મોકલ્યો કે જો લડતાં લડતાં મરવું પડે તો તેમાં મરવું સ્વીકાર્ય છે, પણ હું બ્રિટિશરોના પ્રભુત્વથી દબાઈશ નહીં.

યુદ્ધમાં ઘાયલ થતા હતાં વીરાંગના
આ યુદ્ધમાં ઘણાં સૈનિકો ઘાયલ થયાં હતાં અને ખુદ રાણી પોતે પણ ડાબા ડાથે ગોળી વાગવાથી જખ્મી થયાં હતાં.જેના કારણે તેંની બંદૂક પડી ગઈ. પોતાને ઘેરાયેલા જોઈને વીરાંગના અવંતીબાઈ લોધી, રાણી દુર્ગાવતીનું અનુકરણ કરતાં અંગરક્ષક પાસેથી તલવાર છીનવી લીધી અને 20 માર્ચ 1858ના રોજ પોતાના શરીરમાં હુલાવી દઇ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. રાણીના બલિદાન બાદ 21 માર્ચ 1858ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. જે પછી રામગઢ રાજ્ય અંગ્રેજોના હાથમાં આવ્યું અને રાજ્ય તૂટી પડ્યું. પરંતુ આ મર્દાનીએ આઝાદી માટે જે જ્યોત પ્રગટાવી હતી તે ક્યારેય ન બૂઝી શકે તેવી હતી.

જાણો શું હતું Court of Ward?
લોર્ડ ડેલહાઉસીની નીતિ એ હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં બ્રિટીશ શાસનને વિસ્તૃત કરવા માગતાં હતાં. આવા કિસ્સામાં તેમણેએક કાયદો બનાવ્યો હતો. જેના હેઠળ જે રાજ્ય અથવા રાજ્યનો રાજા જે શાસન કરવામાં અસમર્થ હોય, અથવા જો રાજા મૃત્યુ પામ્યો હોય તો અથવા કોઈ વારસદાર ન હોય, સગીર હોય, અથવા રાજ્ય સંભાળવા માટે કોઈ વારસદાર ન હોય, રાજા ડિરેન્જ થયેલાં હોય, તો તેવા રાજ્યમાં કોર્ટ ઓફ વોર્ડનો અમલ કરવામાં આવતો હતો. રાજા લક્ષ્મણસિઘના નિધન બાદ 1851માં વિક્રમાદિત્યસિંઘ રામગઢના રાજા બન્યાં હતાં અને 1855 સુધી જીવ્યાં હતાં.

Last Updated :Aug 22, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.