ETV Bharat / bharat

Jodhpur gangrape : જોધપુર ગેંગરેપ આરોપીની કથિત એબીવીપી સદસ્યતા રસીદ વાયરલ, ભડક્યાં નેતાઓ

author img

By

Published : Jul 21, 2023, 2:54 PM IST

રાજસ્થાનના જોધપુર ગેંગરેપનો કથિત આરોપી ધર્મપાલસિંહ એબીવીપીનો સક્રિય સભ્ય છે. તેની એબીવીપીની સદસ્યતાની રસીદ સામે આવી છે. ત્યારે જોધપુર એબીવીપીનો બચાવ હતો કે દર વર્ષે સભ્યપદની રસીદ બહાર પાડે છે. આ સાથે ડીસીપી વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી શરુ કરી છે.

Jodhpur gangrape : જોધપુર ગેંગરેપ આરોપીની કથિત એબીવીપી સદસ્યતા રસીદ વાયરલ, ભડક્યાં નેતાઓ
Jodhpur gangrape : જોધપુર ગેંગરેપ આરોપીની કથિત એબીવીપી સદસ્યતા રસીદ વાયરલ, ભડક્યાં નેતાઓ

જોધપુર : જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં ગેંગરેપ કેસમાં જોધપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આરોપી ધર્મપાલસિંહના નામથી વર્ષ 2021માં એબીવીપીની સભ્ઓયપદ લેવાની ઓનલાઇન રસીદ વાયરલ થઈ રહી છે. જેને જોધપુર એબીવીપી દ્વારા આપવામાં આવી હતી. ધર્મપાલસિંહ સહિતના આરોપીને એબીવીપી કાર્યકર્તાઓ દર્શાવવા પર એખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ પોલીસ પર ભડકી ઉઠ્યાં છે.

ડીસીપી સામે માનહાનિની કાર્યવાહી : ગેંગરેપના ત્રણ આરોપીઓમાં ધર્મપાલસિંહનું નામ પણ સામેલ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ રસીદ આરોપી ધર્મપાલસિંહની જ હોઈ શકે છે. અહીં એવી માહિતી પણ સામે આવી રહી છે કે જોધપુર એબીવીપી ડીસીપી ઈસ્ટ ડો.અમૃતા દુહન સામે માનહાનિની ​​કાર્યવાહી કરી રહી છે. એડવોકેટ નિખિલ ડૂંગાવત મારફત નોટિસ મોકલવામાં આવી હોવાની પણ વાત સામે છે.

કોરોના સમયે ઓનલાઈન મેમ્બરશિપ માટે એક લિંક જારી કરવામાં આવી હતી જે બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી પરિષદ દર વર્ષે નવું સભ્યપદ જારી કરે છે. એબીવીપીમાં જોડાનાર કાર્યકર માટે દર વર્ષે સભ્યપદ લેવું ફરજિયાત છે. તેને માત્ર ઓફલાઈન જ રીલીઝ કરવામાં આવી રહ્યું છે. ત્રણેય આરોપીઓના નામ પર હજુ સુધી કોઈ સભ્યપદ જારી કરવામાં આવ્યું નથી. અમે શોધીશું કે ધર્મપાલસિંહની ઓનલાઈન રસીદ કઈ છે. ડીસીપી વિરુદ્ધ બદનક્ષીના પ્રશ્ન પર પ્રાંત મંત્રીએ કહ્યું કે શુક્રવારે અમારા કાયદાકીય સલાહકાર આ અંગે જણાવશે... શ્યામ શેખાવત(એબીવીપી રાજ્યપ્રધાન)

પ્રાંત મંત્રી અને અધ્યક્ષના નામથી સભ્યપદ રસીદ : 21 સપ્ટેમ્બર 2021ના રોજ જારી કરાયેલ ઓનલાઈન સભ્યપદ પ્રમાણપત્રમાં ધર્મપાલસિંહનો સભ્યપદ નંબર 2614 છે. તેના પર તત્કાલીન પ્રાંત મંત્રી અવિનાશ ખારા અને અધ્યક્ષ બલબીર ચૌધરીના હસ્તાક્ષર છે. પરંતુ જોધપુર એબીવીપી ધર્મપાલસિંહ કયા એની કોઇ પુષ્ટિ કરી રહ્યાં નથી. પોલીસે ઘટનામાં ABVPનું નામ લીધું ત્યારથી સંગઠન વિરોધ કરી રહ્યું છે. ડીસીપી દ્વારા માફી માગવામાં આવે તે માટે જોધપુર પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

જે નેતાનું નામ લેવાયું તેણે ખંડન કર્યું : રવિવારે સવારે ગેંગરેપની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ડીસીપી ઈસ્ટ અમૃતા દુહને મીડિયાને જણાવ્યું હતું કે ત્રણ આરોપી સમંદરસિંહ, ધર્મપાલસિંહ અને ભટ્ટમસિંહ એબીવીપી વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી રહેલા લોકેન્દ્રસિંહ માટે પ્રચાર માટે આવ્યાં છે. આ વાતનો લોકેન્દ્રસિંહે ઇનકાર કર્યો હતો. જ્યારે જોધપુર પોલીસે આરોપીને પહેલીવાર કોર્ટમાં રજૂ કર્યો ત્યારે સમંદરસિંહે કહ્યું હતું કે તે કંવરરાજસિંહના પ્રચાર માટે આવ્યો હતો. તેમણે રહેવાની વ્યવસ્થા કરી હતી.

  1. Rajasthan Murder Case: કૂવામાંથી મળ્યો દલિત યુવતીનો એસીડથી બાળેલો મૃતદેહ
  2. Viral Video : એક ડઝન મહિલાઓએ વિધવાને માર મારીને, વાળ કાપ્યા પછી અડધ નગ્ન હાલતમાં બજારમાં દોડાવી, જૂઓ વિડીયો
  3. Rajasthan Mass Murder : જોધપુરમાં એક જ પરિવારના 4 લોકોનું ગળું દબાવીને કરાઇ હત્યા, મૃતદેહ સાથે કર્યું કંઇક આવું...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.