ETV Bharat / bharat

Maharashtra Loudspeaker Politics: શા માટે મહારાષ્ટ્રના ગૃહપ્રધાને રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો

author img

By

Published : May 2, 2022, 6:04 PM IST

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે સોમવારે કહ્યું હતું કે, ઔરંગાબાદમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ આપેલું ભાષણ (Maharashtra Loudspeaker Politics) સમાજમાં ભાગલા પાડશે. તેથી, તેમણે પોલીસ કમિશ્નરને આદેશ આપ્યો છે કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી શરતોમાંથી MNS પ્રમુખે કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

Maharashtra Loudspeaker Politics: શા માટે મહારાષ્ટ્રના ગૃહપ્રધાને રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો
Maharashtra Loudspeaker Politics: શા માટે મહારાષ્ટ્રના ગૃહપ્રધાને રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે (Dilip patil on raj thakrey speech) સોમવારે જણાવ્યું હતું કે, MNS વડા રાજ ઠાકરે ઔરંગાબાદમાં તેમના ભાષણમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Maharashtra Loudspeaker Politics) હટાવવાની 3 મેની સમયમર્યાદા પર વળગી રહ્યા છે. આ ભાષણનો હેતુ "સમાજમાં વિભાજન પેદા કરવાનો" હતો. જે બદલ તેની સામે કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વાલ્સે પાટીલે એમ પણ કહ્યું હતું કે, રવિવારે ઔરંગાબાદમાં એક રેલીમાં ઠાકરેનું ભાષણ માત્ર NCP પ્રમુખ શરદ પવાર (Raj thakrey on sharad pawar) પર હુમલો કરવા પર કેન્દ્રિત હતું. જેની પાર્ટી હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ સાથે સત્તામાં છે.

આ પણ વાંચો Prashant Kishor New Party: ના ભાજપ ના કોંગ્રેસ પોતાની નવી જ પાર્ટી બનાવશે પીકે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાએ NCPના વડા પર મહારાષ્ટ્રમાં જાતિનું રાજકારણ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે, તેમને 'હિંદુ' શબ્દથી એલર્જી છે. તેમનું ભાષણ નફરત ફેલાવવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ હતો. પોલીસ તેમનું ભાષણ સાંભળશે અને પછી નક્કી કરશે કે, શું વાંધાજનક છે અને શું નથી. પ્રધાને એમ પણ કહ્યું કે, ઔરંગાબાદના પોલીસ કમિશ્નર (Aurangabad police commissioner) જોશે કે પોલીસ દ્વારા પરવાનગી આપતી વખતે રાજ ઠાકરેને કઈ શરતો પર રેલી માટે પરવાનગી આપવામાં આવી હતી અને તેમાંથી કઈ બે શરતોનું ઉલ્લંઘન થયું હતું.

આ પણ વાંચો હોસ્પિટલની દિવાલ પર લટકતી હાલતમાં નર્સનો મૃતદેહ મળી આવ્યો, પીડિતાની માતા દ્વારા દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ

MNS વડાએ કહ્યું હતું કે, જો ઉત્તર પ્રદેશ સરકાર લાઉડસ્પીકર હટાવી શકતી હોય તો તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને આમ કરવાથી કોણ રોકી રહ્યું છે. જો કે, રાજ ઠાકરે પર છૂપો હુમલો કરતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે, તેઓ હિન્દુત્વના "નવા ખેલાડીઓ" પર ધ્યાન આપતા નથી. એમએનએસનું નામ લીધા વિના, સીએમએ એમ પણ કહ્યું કે, પાર્ટી એ જોવાનો પણ પ્રયાસ કરી રહી છે કે, કોઈ કારણ કામ કરી રહ્યું છે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.