ETV Bharat / bharat

તહેવારોની સિઝનમાં રેલવેની ભેટ, છઠ પૂજા સુધી 179 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

author img

By

Published : Oct 7, 2022, 12:29 PM IST

તહેવારોની સિઝનમાં રેલવેની ભેટ, છઠ પૂજા સુધી 179 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે
તહેવારોની સિઝનમાં રેલવેની ભેટ, છઠ પૂજા સુધી 179 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

ભારતીય રેલ્વેએ છઠ પૂજા (Chhath Puja 2022) સુધી લગભગ 179 જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય (179 pairs of special trains till Chhath Puja) લીધો છે. જેથી રેલ્વે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે.

નવી દિલ્હી : તહેવારો પર ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટો નિર્ણય (179 pairs of special trains till Chhath Puja) લીધો છે. રેલવેએ શુક્રવારે સવારે માહિતી આપી હતી કે, ઓક્ટોબરમાં ઘણા તહેવારો છે, જેના કારણે ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતીય રેલ્વેએ છઠ પૂજા (Chhath Puja 2022) સુધી લગભગ 179 જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે જેથી રેલ્વે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે. ઓક્ટોબરમાં દશેરા, કરવા ચોથ, દિવાળીથી છઠ પૂજા સુધીના તહેવારો સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

  • Indian Railways is running 2,269 trips of 179 pairs of special trains till Chhath Puja this year, to manage extra rush of passengers in the ongoing festive season: Ministry of Railways pic.twitter.com/F8fq61YghC

    — ANI (@ANI) October 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છઠ પૂજા દિવાળીના 6 દિવસ પછી ઉજવવામાં આવે છે : દરેક વ્યક્તિ પરિવાર સાથે તમામ તહેવારો ઉજવવા માંગે છે, તેથી જ ટ્રેનોમાં ખૂબ ભીડ હોય છે. તહેવાર પર રેલ્વે પ્રવાસીઓ તેમના ઘરે પહોંચી શકે તે માટે રેલવેએ તૈયારી કરી લીધી છે. છઠ પૂજા (Chhath Puja 2022) દિવાળીના 6 દિવસ પછી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે તમામ બિહારી લોકો પોતાના ઘરે જાય છે. આ વખતે છઠ પૂજા 30 ઓક્ટોબરે છે. બિહાર અને પૂર્વાંચલમાં 4 દિવસ સુધી ચાલતી આ પૂજાનું વિશેષ મહત્વ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.