ETV Bharat / bharat

Channi Haridwar visit : પંજાબના મુખ્યપ્રધાન ચન્ની શા માટે કોઈને કહ્યા વગર પહોંચ્યા ઉત્તર પ્રદેશ, જાણો કારણ...

author img

By

Published : Jan 11, 2022, 11:01 AM IST

સોમવારે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની હરિદ્વાર પહોંચ્યા (Monday Punjab CM Channy reached Haridwar) હતા. ચન્ની એટલા અચાનક પહોચ્યા કે તે હરિદ્વાર આવ્યા ત્યાં સુધી પોલીસને પણ તેની જાણ ન થઈ. જ્યારે ચરણજીત સિંહ ચન્ની હર કી પૌડી પહોંચ્યા (Charanjit Singh Channi reached Har Ki Pauri) ત્યારે હરિદ્વાર પોલીસને પંજાબના મુખ્યપ્રધાનના આગમનની માહિતી મળી અને તેમને સુરક્ષા આપવામાં આવી હતી.

Channi Haridwar visit : અચાનક હરિદ્વાર પહોંચી ગયા પંજાબના મુખ્યપ્રધાન ચન્ની
Channi Haridwar visit : અચાનક હરિદ્વાર પહોંચી ગયા પંજાબના મુખ્યપ્રધાન ચન્ની

હરિદ્વારઃ પંજાબના મુખ્યપ્રધાન ચન્ની સોમવારે વહેલી સવારે અચાનક હરિદ્વાર પહોંચી (Monday Punjab CM Channy reached Haridwar) ગયા હતા. પંજાબના મુખ્યપ્રાધન ચરણજીત સિંહ ચન્ની હર કી પૌડી ખાતે સંબંધીની અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જો કે આ માહિતી કોઈને આપવામાં આવી ન હતી.

હરિદ્વાર પોલીસને પણ ખબર નહોતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસને ચન્નીના કાર્યક્રમ વિશે રાત સુધી જાણ પણ કરવામાં આવી ન હતી. સવારે 6:00 થી 7:00 સુધી પંજાબના મુખ્યપ્રધાન ચન્ની તેમના કાફલા સાથે હર કી પૌડી પહોંચ્યા હતા.

હર કી પૈડી પહોંચ્યા ત્યારે પોલીસ ચોકી પર તૈનાત પોલીસકર્મીઓને ખબર પડી

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના હરિદ્વાર આગમન અંગે હરિદ્વારના કોતવાલી પ્રભારી રાકેન્દ્ર કથૈતે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાને કારણે મુખ્યપ્રધાન તરીકે ન તો તેમનો પ્રોટોકોલ મળ્યો હતો કે ન તો કોઈ માહિતી મળી હતી. જ્યારે તેઓ હર કી પૈડી પહોંચ્યા ત્યારે જ પોલીસ ચોકી પર તૈનાત પોલીસકર્મીઓને ખબર પડી. આ પછી તેને સુરક્ષા આપવામાં આવી હતી.

કોંગ્રેસીઓને ખબર નહોતી

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીનો કાફલો સોમવારે સવારે 6 વાગ્યે સીધો હર કી પૌડી પહોંચ્યો હતો. અહીં લગભગ 1 કલાક કાફલો રોકાયો હતો. ત્યાર બાદ તરત જ ચન્ની અને તેનો કાફલો પંજાબ પરત ફર્યો હતો.

પંજાબના CM ચન્નીની મુલાકાત ગુપ્ત હતી

ચરણજીત ચન્ની હરિદ્વાર પહોંચ્યા ત્યાં સુધી કોઈને તેમના આગમનનો ખ્યાલ નહોતો. પંજાબના સીએમ ચન્નીની મુલાકાત એટલી ગુપ્ત (Punjab CM Channy's visit secret) હતી કે સ્થાનિક કોંગ્રેસીઓને પણ તેની બિલકુલ જાણ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.