ETV Bharat / bharat

Union Budget 2023: MSME માટે ક્રેડિટ ગેરન્ટી સ્કિમ રિન્યૂ કરવા 9,000 કરોડની જોગવાઈ

author img

By

Published : Feb 1, 2023, 3:38 PM IST

કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, આનાથી ધિરાણનો કાર્યક્ષમ પ્રવાહ શક્ય બનશે. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને નાણાકીય સ્થિરતા વધશે. તેમણે ઉમેર્યું હતું કે, એક નવું કાયદાકીય માળખું આ ક્રેડિટ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિયમન કરશે અને તે RBI સાથે પરામર્શ કરીને ડિઝાઈન કરવામાં આવશે.

Union Budget 2023: MSME માટે ક્રેડિટ ગેરન્ટી સ્કિમ રિન્યૂ કરવા 9,000 કરોડની જોગવાઈ
Union Budget 2023: MSME માટે ક્રેડિટ ગેરન્ટી સ્કિમ રિન્યૂ કરવા 9,000 કરોડની જોગવાઈ

અમદાવાદઃ કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રિય બજેટ 2023-24 રજૂ કરતી વખતે નાણાકીય ક્ષેત્રના સુધારણા કાર્યને ચાલુ રાખવાની દરખાસ્તની જાહેરાત કરી હતી. કેન્દ્રિય નાણા પ્રધાને કહ્યું હતું કે, નાણાકીય ક્ષેત્રમાં અમારા સુધારાઓ અને ટેક્નોલોજીના નવીન ઉપયોગના પરિણામે વધુ નાણાકીય સમાવેશ અને વધુ સારી અને ઝડપી સેવા ડિલીવરી, ધિરાણની ઉપલબ્ધતા અને નાણાકીય બજારોમાં ભાગીદારી થઈ છે.

આ પણ વાંચો Union Budget 2023 કૃષિ માટે જાહેરાત, સ્ટાર્ટઅપ અને ડિજિટલ વિકાસ પર ભાર

MSME સેક્ટર માટે ક્રેડિટ ગેરન્ટીઃ છેલ્લા બજેટમાં MSME માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમને રિન્યૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ નવીકરણ યોજનામાં 9,000 કરોડ રૂપિયા ઉંમેરીને 1 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આનાથી વધારાની 2 લાખ કરોડ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન શક્ય બનશે. ઉપરાંત ધિરાણની કિંમતમાં લગભગ એક ટકાનો ઘટાડો થશે.

રાષ્ટ્રીય નાણાકીય માહિતી રજિસ્ટ્રી: કેન્દ્રિય નાણા પ્રધાને રાષ્ટ્રીય નાણાકીય માહિતી રજિસ્ટ્રીની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી. નાણાકીય સહાય માહિતીના કેન્દ્રિય ભંડાર તરીકે સેવા આપવા રાષ્ટ્રીય નાણાકીય માહિતી રજિસ્ટ્રીની સ્થાપના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આનાથી ધિરાણનો કાર્યક્ષમ પ્રવાહ શક્ય બનશે. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને નાણાકીય સ્થિરતા વધશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, એક નવું કાયદાકીય માળખું આ ક્રેડિટ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિયમન કરશે અને તે RBI સાથે પરામર્શ કરીને ડિઝાઇન કરવામાં આવશે.

GIFT IFSC: વર્ષ 2023-24ના બજેટમાં GIFT IFSCમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધારવા કેટલીક પહેલ કરવામાં આવી છે. જેવી કે, ACZ એક્ટ હેઠળ IFSCAને ડ્યૂઅલ રેગ્યુલેશન ટાળવા માટે સત્તા આપવામાં આવશે. તો નોંધણી માટે સિંગલ વિન્ડો IT સિસ્ટમ અને FDIની નિયમનકારી મંજૂરીઓ, વિદેશી બેન્કોના IFSCA બેન્કિંગ એકમો દ્વારા ટેકઑવર ધિરાણની મંજૂરી આપવી, વેપાર પુનઃધિરાણ માટે એક્ઝિમ બેન્કની પેટાકંપનીની સ્થાપના કરવી, વિદેશી વ્યુત્પન્ન સાધનોને માન્ય કરાર તરીકે માન્યતા આપવી.

આ પણ વાંચો Union Budget 2023 નાણા પ્રધાનની જાહેરાત, રેલવે માટે અત્યાર સુધીની સૌથી મોટી બજેટ ફાળવણી

નાણાકીય ક્ષેત્રનું નિયમન: અમૃત કાલની જરૂરિયાતોને પહોંચી વળવા અને નાણાકીય ક્ષેત્રને સુધારવા માટે જરૂરી અને શક્ય હોય તેમ જાહેર પરામર્શને નિયમન બનાવવાની પ્રક્રિયામાં અને સહાયક નિર્દેશો જારી કરવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રિય નાણા પ્રધાને કહ્યું હતું કે, નાણાકીય ક્ષેત્રના નિયમનકારોને અનુપાલનને સરળ બનાવવા અને તેની કિંમત ઘટાડવા હાલના નિયમોની વ્યાપક સમીક્ષા હાથ ધરવા વિનંતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ માટે તેઓ સામાન્ય લોકો અને નિયમનકારી સંસ્થાઓ પાસેથી મળેલા સૂચનોને ધ્યાનમાં લેશે. વિવિધ નિયમો હેઠળ અરજીઓ પર નિર્ણય લેવા માટેની સમય મર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.