ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરમાં જનસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 5:54 PM IST

પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરમાં જનસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર
પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરમાં જનસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર

રાજસ્થાન વિધાનસભાનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાને પડ્યા છે. શુક્રવારે કૉંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરમાં જનસભા સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા.

ડુંગરપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. પ્રચારના દાવ પર દાવ ખેલાઈ રહ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરના સાગવાડામાં એક જનસભા સંબોધી હતી. આ સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ભાજપની સરકાર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા ચાલી રહી છે તેમ કહ્યું હતું. તેમણે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પણ ભાજપને આડે હાથ લીધી હતી.

  • BJP की सरकारों में हर तरफ घोटाले ही हुए हैं। मध्य प्रदेश की BJP सरकार में तो 250 से ज्यादा घोटाले हुए हैं, जनता के करोड़ों रुपए लूटे गए हैं।

    BJP सरकार आपकी संपत्ति छीनकर बड़े-बड़े उद्योगपतियों को दे रही है।

    लेकिन कांग्रेस सरकार आपकी संपत्ति आपकी जेब में डालेगी और आपकी मांगों… pic.twitter.com/6olC5trCxE

    — Congress (@INCIndia) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કારખાના પોતાના મિત્રોને આપ્યાઃ કેન્દ્રમાં ચાલતી ભાજપ સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે ચાલી રહી છે. દેશમાં જેટલા મોટા કારખાના છે તેને નબળા પાડીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને સોંપી દેવાયા છે. આ કારખાનાઓથી અનેક લોકોને રોજગાર મળતો હતો. જે હવે બંધ થઈ ગયો છે. તેમણે વડા પ્રધાન પર મોટા ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આક્ષેપ પણ કર્યો છે.

  • BJP की सरकारें बड़े-बड़े उद्योगपतियों के लिए चल रही हैं। मोदी सरकार ने देश के PSUs को कमजोर करते हुए अपने दोस्तों को सौंप दिया है।

    पहले वहां अच्छी नौकरियां मिलती थी, लेकिन आज सब भटक रहे हैं।

    वहीं कांग्रेस की सरकारें ग्रामीण रोजगार को बढ़ावा देकर, गांव की अर्थव्यवस्था को मजबूत… pic.twitter.com/JEN2TkpJsH

    — Congress (@INCIndia) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચૂંટણી ટાણે ધર્મની યાદ આવેઃ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે સરકારો બદલાતી રહે છે, રાજકારણ પણ બદલાય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી ટાણે ધર્મને યાદ કરવો એ ભાજપનું રાજકારણ છે. ભાજપને ગરીબ સાથે કોઈ લેવા દેવા નથી. તેમનું ધ્યાન માત્ર ચૂંટણી પર હોય છે. પ્રિયંકા ગાંધીએ કિસાન આંદોલન મુદ્દે વડા પ્રધાન પર વાક પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કિસાન આંદોલન સમયે વડા પ્રધાન ખેડૂતોને મળવા માટે ઘરની બહાર પણ નીકળ્યા નહીં, જ્યારે ચૂંટણી આવી ત્યારે આ કાયદા પરત લેવામાં આવ્યા. તેમનું ધ્યાન માત્ર ચૂંટણી પર રહે છે સામાન્ય જનતા પર નથી રહેતું.

ગેહલોત સરકારની પ્રશંસાઃ જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ગેહલોત સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રની સરકારે એટલી મોંઘવારી વધારી દીધી કે રાજ્યની સરકારોએ મોંઘવારી રાહત કેમ્પના આયોજન કરવા પડ્યા. તેમણે ગેહલોત સરકારે કરેલા વિકાસકાર્યો ગણાવ્યા. ગેહલોત સરકારની સાત ગેરંટીનું પણ જણાવી હતી. સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા અહીંની સરકારે ઘણા સારા કાર્યો કર્યા છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકાર પર વાક પ્રહાર કરતા પ્રિયંકાએ જણાવ્યું કે ત્યાંની સરકારે 250 કૌભાંડ કર્યા છે.

ભાજપ આવશે તો યોજનાઓ બંધ કરશેઃ જો રાજસ્થાનમાં ભાજપ સરકાર બનશે તો પ્રજા કલ્યાણ માટે ચાલતી સરકારી યોજનાઓ બંધ કરશે. તમારે જાતે નક્કી કરવું પડશે કે તમારી ભલાઈ માટે કોણ કામ કરી રહ્યું છે. તમારે કેવી સરકાર જોઈએ તે તમારે નક્કી કરવું પડશે.

મુખ્ય પ્રધાન ઉમેદવાર મળતો નથીઃ જનસભા સંબોધતા પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે રાજસ્થાનમાં ભાજપ સંપૂર્ણ રીતે વિખરાઈ ગઈ છે. તેમના પાસે કોઈ ઉમેદવાર મુખ્ય પ્રધાન બની શકે તેવો નથી. તેમના મોટા નેતાઓ સાઈડલાઈન થઈ ગયા છે. વડા પ્રધાન રાજસ્થાનના ખૂણે ખૂણે જઈને પોતાના નામે વોટ માંગી રહ્યા છે, શું ચૂંટણી જીત્યા બાદ તે શાસન કરવા આવશે?

  1. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વિવાદનું મેદાન બની, BJP ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસના કાર્યકરને માર માર્યો
  2. આજે અમિત શાહ તેલંગાણા પહોંચશે, આવતીકાલે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.