ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી 09:30 કલાકે રાષ્ટ્રને કરશે સંબોધિત

author img

By

Published : Apr 21, 2022, 4:50 PM IST

Updated : Apr 21, 2022, 7:49 PM IST

વડાપ્રધાન મોદી રાત્રે 9.30 કલાકે દેશને સંબોધિત (PM MODI WILL ADDRESS NATION) કરશે. તેમના ભાષણમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સુમેળ પર ભાર (400 years of Prakash Purab) મૂકવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરશે સંબોધિત
PM નરેન્દ્ર મોદી સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરશે સંબોધિત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વના અવસર (400 years of Prakash Purab) પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત (PM MODI WILL ADDRESS NATION) કરશે. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન મુઘલ યુગના સ્મારક પરથી સૂર્યાસ્ત પછી રાષ્ટ્રને સંબોધિત (ADDRESS NATION FROM RED FORT) કરશે. લાલ કિલ્લાને બદલે વડાપ્રધાન લૉનમાંથી તેમનું સંબોધન કરશે. આજે રાત્રે 9.30 વાગ્યે તેઓ મુઘલ યુગના સ્મારક પરથી જનતાને સંબોધિત કરશે.

આ પણ વાંચો: jahangirpuri violence: સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા માટે અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો

રાત્રે 9.30 વાગ્યે દેશને સંબોધિત કરશે: સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કિલ્લાને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીં 1675માં મુઘલ શાસક ઔરંગઝેબે શીખોના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી રાત્રે 9.30 વાગ્યે દેશને સંબોધિત કરશે. તેમના ભાષણમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સુમેળ પર ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: અસમ પોલીસ જિગ્નેશને મિડિયાથી બચાવીને એરપોર્ટના પાછલા દરવાજેથી બહાર લઇ ગઇ

દેશના અગ્રણી શીખ નેતાઓ સામેલ: આ પ્રસંગે 400 શીખ સંગીતકારો 'શબ્દ કીર્તન' રજૂ કરશે અને લંગરનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે કાર્યક્રમની શરૂઆત કરી. તેમાં અન્ય રાજ્યોના 11 મુખ્યપ્રધાનો અને દેશના અગ્રણી શીખ નેતાઓ સામેલ થશે.

Last Updated : Apr 21, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.