ETV Bharat / bharat

બાબનખેડી હત્યાકાંડઃ શબનમને મળશે ફાંસી, રાષ્ટપતિએ દયા અરજી ફગાવી

author img

By

Published : Feb 17, 2021, 8:49 PM IST

શબનમને મળશે ફાંસી
શબનમને મળશે ફાંસી

ઉતરાખંડ રાજ્યના અમરોહ જિલ્લાની શબનમને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. જેને લઈ શબનમ અને તેના પ્રેમીએ રાષ્ટ્રપતિને સજા માફી માટે વિનંતી કરી હતી. આ દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આ નિર્ણયથી શબનમના કાકા અને કાકી ખુશ છે. તેમજ તેઓએ ચોક પર તેને ફાંસી પર લટકાવી દેવાની માગ પણ કરી છે.

  • પરિવારના 7 લોકોની હત્યા કરનારી શબનમને ફાંસીની સજા
  • શબનમ અને તેના પ્રેમીએ રાષ્ટ્રપતિને સજા માફી માટે કરી હતી વિનંતી
  • દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી

ઉતરાખંડઃ અમરોહા જિલ્લાના બાબનખેડી ગામે 14 એપ્રિલ 2008 ની રાત્રે શબનમે તેના પ્રેમી સાથે મળીને પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમ અને તેના પ્રેમી સલીમને ફાંસીની સજા સંભળાવી છે. ચુકાદા બાદ આરોપીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે સજા માફ કરવાની વિનંતી કરી હતી. આ દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ પછી શબનમના કાકા અને કાકી સહિત સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છે. હવે શબનમના કાકા અને કાકી તેમને ચોક પર ફાસી પર લટકાવવાની માગ કરી રહ્યાં છે.

અમરોહાની જિલ્લા અદાલતે બંનેને ફાસીની સજા સંભળાવી હતી

આ કેસ 14 એપ્રિલ 2008 નો છે, જ્યારે શૌકત અલીની પુત્રી શબનમે તેના પ્રેમી સલીમની ખાતર પરિવારના સાત સભ્યોની કુવાડીના ઘા મારી હત્યા કરી હતી. આ ઘટના જાહેર થતાં જ શબનમ અને તેનો પ્રેમી સલીમ જેલમાં છે. તેમના કેસની સુનાવણી કર્યા પછી, અમરોહાની જિલ્લા અદાલતે બંનેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રાખવામાં આવી છે. હવે દેશના રાષ્ટ્રપતિએ પણ શબનમ અને સલીમની દયા અરજીને નકારી છે.

શબનમ અને તેના પ્રેમીએ રાષ્ટ્રપતિને સજા માફી માટે કરી હતી વિનંતી
શબનમ અને તેના પ્રેમીએ રાષ્ટ્રપતિને સજા માફી માટે કરી હતી વિનંતી

ગામના લોકોમાં ખુશીનો માહોલ

આ ફેસલાથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. શબનમની કાકીનું કહેવું છે કે, તેને ચોકમાં ફાસી પર લટકાવી દેવી જોઈએ. જેથી બીજી છોકરીઓને પણ પાઠ મળશે, કારણ કે શબનમનાં કાંડ બાદ બીજી પણ છોકરીઓનો હૌસંલો બુલંદ છે. શબનમના કાકાએ કહ્યું કે, તમે જેવું કરશો તમારે તેવું જ ભોગવવું પડશે. તણે સાત લોકોને માર્યા છે, તો તેને પણ જીવવું જોઈએ નહીં. શબનમના કાકાએ કહ્યું કે, સાઉદી અરેબિયાની જેમ આને પણ ચોક પર લટકાવવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.