ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના નેતાઓએ ઈદ-ઉલ-અઝહાની પાઠવી શુભેચ્છા

author img

By

Published : Jul 10, 2022, 12:50 PM IST

President Kovind PM Modi Rahul Gandhi others extend wishes to people on Eid ul Azha
President Kovind PM Modi Rahul Gandhi others extend wishes to people on Eid ul Azha

આજે દેશભરમાં બકરીદનો તહેવાર મનાવવામાં આવી (Congratulations on Eid ul Azha) રહ્યો છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને (Bakri Eid Greetings) શુભેચ્છા પાઠવી છે.

નવી દિલ્હીઃ દેશભરમાં આજે બકરીદ (ઈદ-ઉલ-અઝહા)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર રાષ્ટ્રપતિ (Eid Ul Azha Greetings) રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ઈદ-ઉલ-અઝહાના અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને આપણા (Bakri Eid Greetings) મુસ્લિમ ભાઈ-બહેનોને શુભેચ્છાઓ. ઈદ-ઉલ-અઝહાનો તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.

  • ईद-उज़-ज़ुहा के अवसर पर, सभी देशवासियों, विशेषकर हमारे मुस्लिम भाइयों-बहनों को मुबारकबाद। ईद-उज़-ज़ुहा का त्‍योहार बलिदान और मानव सेवा का प्रतीक है। आइए, इस अवसर पर मानव जाति की सेवा के लिए खुद को समर्पित करने और देश की खुशहाली तथा समग्र विकास के लिए काम करने का संकल्‍प लें।

    — President of India (@rashtrapatibhvn) July 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ISRO ચીફ ડૉ.સોમનાથે કહ્યું, "અગ્નિવીરોને પણ મળશે ઈસરોમાં નોકરી"

મોદીએ પાઠવી શુભેચ્છા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની (Eid ul Azha 2022) શુભેચ્છાઓ, (Congratulations on Eid ul Azha) આ તહેવાર આપણને માનવજાતના ભલા માટે સામૂહિક કલ્યાણ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે ઈદ મુબારક, ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા. આ તહેવાર આપણને સૌની સુખાકારીની ભાવનાને મજબૂત કરવા અને સમૃદ્ધિ લાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે.

આ પણ વાંચો: દિલ્હીમાં મહારાષ્ટ્ર કેબિનેટનો નિર્ણય, જાણો કોના ખાતામાં કેટલા વિભાગ

રાહુલ ગાંધી શુભેચ્છા પાઠવતા: કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ઈદ મુબારક! આ શુભ અવસર એકતાની ભાવનાનો આરંભ કરે અને સૌ માટે શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.