ETV Bharat / bharat

રામનાથ કોવિંદ હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે આપી બાયપાસ સર્જરી કરાવવાની સલાહ

author img

By

Published : Mar 29, 2021, 11:53 AM IST

Updated : Mar 29, 2021, 1:16 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. રાષ્ટ્રપતિ સચિવાલયએ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આરોગ્ય અંગે અપડેટ આપતાં કહ્યું કે, આરોગ્ય તપાસ બાદ ડોકટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે, જે 30 માર્ચ મંગળવારના રોજ થવાની આશા છે.

President Kovind
President Kovind

  • રામનાથ કોવિંદને વધુ તપાસ માટે દિલ્હીની એઈમ્સ ખસેડવામાં આવ્યા છે
  • રામનાથ કોવિંદને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે
  • ડોક્ટરે બાયપાસ સર્જરી કરાવવાની આપી સલાહ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. રાષ્ટ્રપતિ સચિવાલયએ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આરોગ્ય અંગે અપડેટ આપતાં કહ્યું કે, આરોગ્ય તપાસ બાદ ડોકટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે, જે 30 માર્ચ મંગળવારના રોજ થવાની આશા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર છે અને તેઓ એઈમ્સના નિષ્ણાંતોની દેખરેખ હેઠળ છે.

રામનાથ કોવિંદ હોસ્પિટલમાં દાખલ
રામનાથ કોવિંદ હોસ્પિટલમાં દાખલ

રામનાથ કોવિંદને વધુ તપાસ માટે દિલ્હીની એઈમ્સ ખસેડવામાં આવ્યા છે

જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ કોવિંદને છાતીમાં દુખાવોની ફરિયાદ બાદ શુક્રવારે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આર્મી હોસ્પિટલના જણાવ્યા મુજબ, તેમની હાલત સ્થિર છે. ભારતીય સૈન્યની સંશોધન અને રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમને વધુ તપાસ માટે દિલ્હી એઈમ્સમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાલત સ્થિર છે. વધુ તપાસ માટે તેમને એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા

રામનાથ કોવિંદને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આરોગ્ય વિશે માહિતી લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટમાં એવું કહેવામાં આવ્યું છે કે, નિયમિત તબીબી તપાસ બાદ રાષ્ટ્રપતિની દેખરેખ ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી પ્રાપ્ત કરનારા તમામ શુભેચ્છકો માટે આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: હોળીની શુભેચ્છા: વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીની આપી શુભેચ્છા

રંગો અને ગુલાલનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે અને વિદેશી દેશોમાં પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમેરિકા કે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ લોકો હોળીનો તહેવાર આનંદ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

Last Updated : Mar 29, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.