ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટરની શુભકાનઓ પાઠવી

author img

By

Published : Apr 4, 2021, 11:50 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ઇસ્ટરના પ્રસંગે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.

ઇસ્ટરની શુભકાનઓ પાઠવી
ઇસ્ટરની શુભકાનઓ પાઠવી

  • રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને નાગરિકોને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી
  • ઇસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી વિશ્વમાં આદર અને આનંદ સાથે ઉજવાય
  • ઉપદેશો, શાંતિ, પ્રેમ અને ભાઈચારોનો સંદેશ આપે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ઇસ્ટરના પ્રસંગે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ઇસુ ખ્રિસ્ત માનવતા, સત્ય, ક્ષમા, બલિદાન અને કરુણાના પ્રતીક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ટ્વીટમાં લખ્યું છે કે, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી માટે આ ઉત્સવ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આદર અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત માનવતા, સત્ય, ક્ષમા, બલિદાન અને કરુણાના પ્રતીક હતા. તેમના ઉપદેશો, શાંતિ, પ્રેમ અને ભાઈચારોનો સંદેશ આપે છે. તેમણે લોકોને ઈસુ ખ્રિસ્તના ઉપદેશો અને મૂલ્યો અપનાવવા હાકલ કરી હતી. જે દેશ અને સમાજમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું - બાયપાસ સર્જરી બાદ તબિયતમાં સુધાર

ઈસુ સામાજિક સશક્તિકરણ પર તેમનો ભાર વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, 'ઇસ્ટર પર અભિનંદન. આ દિવસે આપણે ઈસુ ખ્રિસ્તના પવિત્ર ઉપદેશોને યાદ કરીએ છીએ. સામાજિક સશક્તિકરણ પર તેમનો ભાર વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.'

આ પણ વાંચો : નેપાળના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ઇસ્ટર પર લોકોને અભિનંદન આપ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ઇસ્ટર પર લોકોને અભિનંદન આપ્યા હતા. ઇસ્ટર ખ્રિસ્તના પુનરુત્થાનની ખુશીમાં ઇસ્ટર ઉત્સવ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આદર અને આનંદ સાથે ઉજવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.