ETV Bharat / bharat

PM Security Breach: સ્મૃતિ ઈરાનીનો સવાલ, પંજાબ પોલીસ કોંગ્રેસના કયા નેતાના ઈશારે કામ કરી રહી છે

author img

By

Published : Jan 12, 2022, 2:03 PM IST

PM Security Breach: સ્મૃતિ ઈરાનીનો સવાલ, પંજાબ પોલીસ કોંગ્રેસના કયા નેતાના ઈશારે કામ કરી રહી છે
PM Security Breach: સ્મૃતિ ઈરાનીનો સવાલ, પંજાબ પોલીસ કોંગ્રેસના કયા નેતાના ઈશારે કામ કરી રહી છે

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક (PM Security Breach) મામલે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હવે પ્રશ્નો (Smriti Irani targets Congress) ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ અધિકારીઓના નિવેદન એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પર સત્ય ઉજાગર (National news channel on PM's security breach) કરે છે.

નવી દિલ્હીઃ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે (PM's security lapse in Ferozepur, Punjab) કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ (PM Security Breach) યોજી હતી. તેમણે (Smriti Irani targets Congress) જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષાને ભંગ થતા જોઈ મેં કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ કેટલાક પ્રશ્નો રાખ્યા હતા. એક ટેલિવિઝન નેટવર્કે તે પ્રશ્નોના કેટલાક ચિંતાજનક પરિણામ રાષ્ટ્ર સામે રાખ્યા છે. પંજાબ પોલીસ અધિકારીઓનું નિવેદન એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પર સત્ય (National news channel on PM's security breach) ઉજાગર કરે છે.

આ પણ વાંચો- PM security breach in Punjab : સુપ્રીમ કોર્ટે તપાસ પેનલના વડા સહિત 4 સદસ્યોની સમિતિની કરી જાહેરાત

વરિષ્ઠ અધિકારીઓ વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂક વિશે જાણ કરતા રહ્યા, પરંતુ...

પંજાબ પોલીસ અધિકારીનું નિવેદન કે, જેઓ વરિષ્ઠ અધિકારીઓ, પંજાબ પ્રશાસન અને સરકારને વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂક (PM Security Breach) વિશે જાણ કરતા રહ્યા, પરંતુ સરકાર તરફથી એવો કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો ન હતો જેનાથી વડાપ્રધાનને સુરક્ષા મળે. એવું કંઈ ન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય સમાચાર ચેનલે કર્યો ખુલાસો

આનો ખુલાસો એક રાષ્ટ્રીય એક રાષ્ટ્રીય સમાચાર ચેનલે કર્યો હતો. ખૂબ જ ચિંતાજનક વાત એ છે કે, પંજાબ પોલીસના અધિકારીઓએ આ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, કઈ રીતે તેઓ સતત પંજાબમાં કોંગ્રેસ સરકાર અને તંત્રની સાથે મળીને વડાપ્રધાન અને તેમના માર્ગની સુરક્ષા માટે ખતરાને (PM Security Breach) ઉજાગર કરી રહ્યા છે.

આ પણ વાંચો- Indecent Comment Against Saina Nehwal: સાઇના પર 'ડબલ મીનિંગ'વાળી કોમેન્ટ કરીને ભરાયો અભિનેતા, મહિલા આયોગ એક્શનમાં

પંજાબ સરકાર વડાપ્રધાનની સુરક્ષાના ખતરાને અવગણી રહી છે

આનાથી જે પ્રશ્નો ઉઠી (Smriti Irani targets Congress) રહ્યા છે તે ઉજાગર કરે છે કે, પંજાબ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં કોણ જાણી જોઈને વડાપ્રધાનની સુરક્ષા (PM Security Breach) માટે આ ખતરાને અવગણી રહ્યા છે. ડીજીપીએ કેમ સમગ્ર વ્યવસ્થા અને રૂટ સુરક્ષિત છે. તેવો સંદેશ વડાપ્રધાનની સુરક્ષાની ટીમને ન આપ્યો? પંજાબની કોંગ્રેસ સરકારમાં એવા કોણ ટોચના અધિકારીઓ છે, જેઓ આ એલર્ટ પછી પણ વડાપ્રધાનને સુરક્ષા આપવા કોઈ પગલાં નથી લઈ રહ્યા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.