ETV Bharat / bharat

Mamata Banerjee Birthday: વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આપી મમતા બેનર્જીને જન્મદિવસની શુભેચ્છા, 5 મિનિટમાં આવ્યો જવાબ

author img

By

Published : Jan 6, 2022, 11:05 AM IST

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને (PM Modi Wish Mamata Banerjee) ટ્વિટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મમતા બેનર્જીએ 5 મિનિટની અંદર શુભકામનાઓ માટે વડાપ્રધાનનો આભાર માનતા ટ્વિટ (Mamata Banerjee Twitt) કર્યું હતું. 5 જાન્યુઆરી 2021ના રોજ મમતા બેનર્જીનો 67મો જન્મદિવસ હતો. દીદીના નામથી પ્રખ્યાત મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો.

Mamata Banerjee Birthday
Mamata Banerjee Birthday

હૈદરાબાદ: ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના રાજકીય-વૈચારિક મતભેદો અને ચૂંટણીના ઝઘડાઓ કદાચ અસંતુષ્ટિની લાગણી આપી શકે છે પરંતુ બન્ને પક્ષોના ટોચના નેતાઓ ખાસ પ્રસંગોએ એકબીજાને શુભેચ્છા આપવાનું ભૂલતા નથી.

શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો

5 જાન્યુઆરીએ ટ્વિટર પર પણ આવો જ મેસેજ જોવા મળ્યો હતો. પંજાબમાં હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને જન્મદિવસની શુભેચ્છા (PM Modi Wish Mamata Banerjee) પાઠવી હતી. તેમના અભિનંદન સંદેશમાં વડાપ્રધાને તેમને મમતા દી લખીને સંબોધિત કર્યા અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીના ટ્વિટની 5 મિનિટમાં જ મમતા બેનર્જીનો જવાબ (Mamata Banerjee Twitt) આવ્યો હતો. તેમણે શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો
શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે મમતા બેનર્જી

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની (Mamata Banerjee's 67th Birthday) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની નારાજગી જાણીતી છે. તેણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર સાથેના સંઘર્ષને કારણે તે દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અમૃત મહોત્સવની વર્ચ્યુઅલ મીટિંગમાં મમતા બેનર્જીને બોલવાની તક મળી ન હતી. આ અંગે મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદી આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા.

નરેન્દ્ર મોદીનો 'દીદી ઓ દીદી' ડાયલોગ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો

બંગાળ અને મમતા બેનર્જીની ટીકા કરવાની એક પણ તક ભાજપ છોડતી નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે શબ્દયુદ્ધ હેડલાઇન્સ બની હતી. ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'દીદી ઓ દીદી' ડાયલોગ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

આ પણ વાંચો: Omicron Cases India: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુનો કેસ રાજસ્થાનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી પુષ્ટિ

આ પણ વાંચો: PM Modi Security Breach : અમરિંદરે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીનું માંગ્યું રાજીનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.