NRI વિદેશની ધરતી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર - PM મોદી

author img

By

Published : Jan 9, 2023, 3:21 PM IST

Updated : Jan 9, 2023, 3:50 PM IST

NRI ભારતના બ્રાન્ડ એમ્બેસેડર - PM મોદી

PM મોદી મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં (PM MODI VISIT INDORE PRAVASI BHARTIYA SAMMELAN) પ્રવાસી ભારતીય દિવસની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે NRI પૃથ્વી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે, દેશ અને વિશ્વના વિકાસનું એન્જિન છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારતને સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા ધરાવતો દેશ ગણાવ્યો હતો. (PRAVASI BHARTIYA DIVAS 2023)

ઈન્દોર(મધ્યપ્રદેશ): ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનનો (PM MODI VISIT INDORE PRAVASI BHARTIYA SAMMELAN) આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે ​​બીજા દિવસે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા, પ્રધાન તુલસી સિલાવત, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું. (PRAVASI BHARTIYA DIVAS 2023)

  • Addressing the Pravasi Bharatiya Divas Convention in Indore. The Indian diaspora has distinguished itself all over the world. https://t.co/gQE1KYZIze

    — Narendra Modi (@narendramodi) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિદેશની ધરતી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર: PM મોદી જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. PM મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે "હું એનઆરઆઈને વિદેશની ધરતી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર માનું છું. તમારી ભૂમિકા વૈવિધ્યસભર છે. તમે યોગ, આયુર્વેદ, કુટીર ઉદ્યોગ, હસ્તકલા અને બાજરીના બ્રાન્ડ એમ્બેસેડર છો. તમારી ભૂમિકા વૈવિધ્યસભર છે. તમે યોગ, આયુર્વેદ, કુટીર ઉદ્યોગ, હસ્તકલા અને બાજરીના બ્રાન્ડ એમ્બેસેડર છો."

આ પણ વાંચો: પ્રવાસી ભારતીય દિવસ 2023: કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ અને તેનું મહત્વ

ઇન્દોર સમય કરતાં આગળ ચાલનારું: PM મોદીએ કહ્યું કે ઈન્દોર દુનિયામાં લાજવાબ છે. ઇન્દોર સમય કરતાં આગળ ચાલે છે. આ વર્ષે ભારત વિશ્વના G-20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે. આપણે G-20ને માત્ર રાજદ્વારી કાર્યક્રમ નહીં, પરંતુ જનભાગીદારીનો કાર્યક્રમ બનાવવો પડશે. PM મોદીએ કહ્યું, "હું એનઆરઆઈને વિદેશની ધરતી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર માનું છું.

  • Under PM Modi's leadership, a new India is truly rising - a prosperous, glorious and a powerful India. Today, the entire nation is standing behind him. He said, 'Swachh Bharat' & entire nation picked up broom. Indore picked it up in a manner that it hit a 6 in cleanliness: MP CM pic.twitter.com/Qz7vlObwV9

    — ANI (@ANI) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશોમાં આપેલા યોગદાનનું દસ્તાવેજીકરણ: મોદીએ એમ પણ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર તાજેતરમાં વિકસિત મહાકાલ લોક અને ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર સહિત અનેક પ્રાકૃતિક સ્થળો છે અને ડાયસ્પોરાને તેમની મુલાકાત લેવા વિનંતી કરી હતી. ભારતની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના લાભ માટે વિદેશી ભારતીયો દ્વારા પોતપોતાના દેશોમાં આપેલા યોગદાનનું દસ્તાવેજીકરણ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: જોશીમઠને જાહેર કરાયું ભૂસ્ખલન ક્ષેત્ર , 60થી વધુ પરિવારોને કરાયા રેસ્ક્યું

સંમેલનમાં લોકોનો ધસારો: સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ઊતર્યા હતા. ખરાબ હવામાનને કારણે તેઓ મોડા પહોચ્યા હતા. સંમેલન સ્થળ પર 2200ની ક્ષમતાના હોલમાં 3000થી વધારે લોકોનો ધસારો થતાં જગ્યા ટૂંકી પડી હતી અને આમંત્રિતોને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જે બદલ શિવરાજ ચૌહાણે માફી માંગી હતી.

Last Updated :Jan 9, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.