ETV Bharat / bharat

PM Modi Varanasi Visit: PM મોદીએ કહ્યું ટીબી સામેના વૈશ્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે કાશી

author img

By

Published : Mar 24, 2023, 1:00 PM IST

PM Modi Varanasi Visit: પીએમ મોદીએ કહ્યું, કાશી ટીબી સામેના વૈશ્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે
PM Modi Varanasi Visit: પીએમ મોદીએ કહ્યું, કાશી ટીબી સામેના વૈશ્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની એક દિવસીય મુલાકાતે વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે 1780 કરોડ રૂપિયાના 28 પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. તેમણે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરી હતી.

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. PM એ લગભગ 1780 કરોડ રૂપિયાના 28 પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા. વડાપ્રધાનએ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરી હતી. કહ્યું કે કાશી શહેર એ શાશ્વત પ્રવાહ છે જે હજારો વર્ષોથી માનવતાના પ્રયત્નો અને પરિશ્રમનું સાક્ષી છે. કાશી એ વાતનું સાક્ષી છે કે ગમે તેટલો મોટો પડકાર કેમ ન હોય, જ્યારે દરેકના પ્રયત્નો થાય છે ત્યારે નવો રસ્તો પણ નીકળે છે. મને ખાતરી છે કે કાશી ટીબી જેવા રોગ સામેના આપણા વૈશ્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે.

  • भारत अब वर्ष 2025 तक टीबी खत्म करने के लक्ष्य पर काम कर रहा है। टीबी खत्म करने का ग्लोबल टार्गेट वर्ष 2030 है लेकिन भारत वर्ष 2025 तक TB खत्म करने के लक्ष्य पर काम कर रहा है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/4ucTkoHCHr

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Budget session 2023: લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ 12 વાગ્યા સુધી કરાઈ સ્થગિત

ત્રણ દિવસ સુધી વન વર્લ્ડ ટીબી સમિટઃ તમને જણાવી દઈએ કે, ક્ષય રોગ નાબૂદીને લઈને વારાણસીમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં દેશની સાથે વિદેશના તજજ્ઞો પણ મંથન કરશે. કોન્ફરન્સમાં ભારત સહિત 10 દેશોના આરોગ્ય પ્રધાનો અને અન્ય રાજ્યોના આરોગ્ય પ્રધાનો, ડોક્ટરો અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની અધ્યક્ષતા કરશે. વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: Reaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

નિષ્ણાતો લેશે મુલાકાત: આ દિવસે શરૂ થનારી કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને અન્ય હસ્તીઓ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભારતને ટીબી રોગથી મુક્ત કેવી રીતે રાખી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો દર્દીઓને વધુ સારી સારવાર, નવી દવાઓ અને તપાસની તકનીકો વિશે માહિતી આપશે. કાર્યક્રમમાં 1200 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે. મંથન સાથે સર્વે અને ફિલ્ડ વર્ક પણ થશે. જેમાં નિષ્ણાતો મુલાકાત લેશે. મુલાકાત માટે જિલ્લાના 5 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.