ETV Bharat / bharat

PM Modi in Uttakhand: વડાપ્રધાન મોદીએ આદિ કૈલાસમાં કરી શિવ આરાધના, શંખ અને ડમરુ વગાડ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 3:33 PM IST

વડાપ્રધાન મોદીએ આદિ કૈલાસમાં કરી શિવ આરાધના, શંખ અને ડમરુ વગાડ્યા
વડાપ્રધાન મોદીએ આદિ કૈલાસમાં કરી શિવ આરાધના, શંખ અને ડમરુ વગાડ્યા

વડા પ્રધાન મોદી આજે ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે છે. નરેન્દ્ર મોદી માનસ ખંડના પ્રસિદ્ધ કુમાઉ મંડળ પહોંચ્યા હતા. પિથૌરાગઢમાં નરેન્દ્ર મોદીએ આદિ કૈલાસ દર્શન કર્યા અને પાર્વતી કુંડમાં પૂજા કરી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

પિથૌરાગઢ(ઉત્તરાખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના મહેમાન બન્યા છે. વડા પ્રધાન પિથૌરાગઢમાં સવારે સાડા આઠ કલાકે પહોંચી ગયા હતા. વડા પ્રધાનના આગમને લઈને સમગ્ર માર્ગને સુશોભિત કરવામાં આવ્યો હતો. ફૂલોથી સજેલા માર્ગ પર વડા પ્રધાન મોદી આદી કૈલાસ તરફ આગળ વધ્યા હતા.

આદિ કૈલાસના કર્યા દર્શનઃ વડા પ્રધાને પોતાના આગવા અંદાજમાં આદિ કૈલાસમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે લાંબા સમય સુધી બરફથી ઢંકાયેલા સૂર્યના પ્રકાશમાં ચમકતા આદિ કૈલાસને લાંબા સમય સુધી ભક્તિભાવથી નિહાળી રહ્યા હતા. તેમણે કેટલોક સમય મંત્રજાપ પણ કર્યા હતા. ત્યારબાદ બંને હાથ ઊંચા કરી મહાદેવનો જ્ય ઘોષ કર્યો હતો.

પાર્વતી કુંડમાં પૂજા અર્ચનાઃ વડા પ્રધાન મોદીએ આદિ કૈલાસ બાદ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. પાર્વતી કુંડ આગળ વડા પ્રધાન મોદીએ થોડીવાર ધ્યાન ધર્યુ હતું. તેમણે પાર્વતી કુંડ ખાતે અત્યંત આદર ભાવથી પૂજા અર્ચના કરી હતી. જેમાં પૂજારીએ વડા પ્રધાનને તિલક લગાડીને સ્વાગત કર્યુ હતું. મંદિરમાં વડા પ્રધાને ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરી હતી. વડા પ્રધાને ભગવાન અને માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો પણ લીધો હતો. નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં શંખ પણ વગાડ્યો હતો. પૂજાને અંતે તેમણે પૂજારીને દક્ષિણા પણ આપી હતી. અહીંથી વડા પ્રધાન ગુંજી ગામે જવા રવાના થવાના છે.

મોદીનો મહાદેવ પ્રેમઃ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી લોકસભા સાંસદ છે. વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું નવિનીકરણ તેમની પ્રેરણાથી થયું છે. ઉજ્જૈન મહાકાલ મંદિરનો કેરિડોર પણ વડા પ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

  1. PM મોદી કેદારનાથે શીશ ઝુકાવી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરે તેવી શક્યતા
  2. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને આપ્યું રાજીનામુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.