ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા જર્મની પહોંચ્યા

author img

By

Published : Jun 26, 2022, 9:37 AM IST

Updated : Jun 26, 2022, 9:49 AM IST

વડાપ્રધાન G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા (G7 Summit in Germany) છે. વડાપ્રધાન મોદી 26થી 28ના ત્રણ દિવસીય પ્રવાસમાં જર્મની અને UAE ની મુલાકાતે (Pm Modi Germany visit) લેશે. આ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા જર્મની માટે રવાના
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા જર્મની માટે રવાના

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની (Pm Modi Germany visit) પહોંચ્યા (G7 Summit in Germany) છે. તેમના બે દિવસીય પ્રવાસમાં તેઓ UAEની(United Arab Emirates) પણ મુલાકાત (Pm Modi UAE visit) લેશે. તેમના જર્મની અને યુએઈના પ્રવાસ દરમિયાન વિશ્વના 12થી વધુ નેતાઓ સાથે બેઠક કરશે અને 15થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જર્મનીના મ્યુનિકમાં આગમન પર બાવેરિયન બેન્ડે સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: તીસ્તા સેતલવાડને કોરોના ટેસ્ટ માટે જઈ જવાયા, પૂર્વ IPS સંજીવ ભટ્ટને કરાશે ટ્રાન્સફર

  • #WATCH | A Bavarian band welcomes PM Narendra Modi on his arrival in Munich, Germany

    Besides participating in the G7 Summit discussions on climate, energy, food security, health, gender equality, PM Modi will also hold several bilateral meetings on the sidelines of the Summit. pic.twitter.com/xXf01mwNgx

    — ANI (@ANI) June 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય સમુદાય કાર્યક્રમને સંબોધિત કરશે: મળતી માહિતી (PM Modi Attend G7 Summit) મુજબ, મોદીજી મ્યુનિકમાં એક ભારતીય સમુદાય સાથે સંબંઘિત કાર્યક્રમને સંબોધિત કરશે. કોરોના મહામારી પછી આ સૌથી મોટો કાર્યક્રમ હોવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મોદી 26થી 27 જૂન સુધી યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની જશે.

દ્વીપક્ષીય બેઠકો કરશે: વડાપ્રધાન 28 જૂને યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બીન જાયદ અલ નાહયાન ના અવશાન પર શોક વ્યક્ત કરવા ખાડી દેશ જશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જર્મની અને યુએઈના 60 કલાકના પ્રવાસ દરમિયાન તેઓ દુનિયાના દુનિયાના સાત સૌથી ધનિક દેશોના સમૂહ સાથે G7 બેઠકમાં ભાગ લેવા ઉપરાંત ઘણી દ્વીપક્ષીય બેઠકો પણ કરશે.

આ પણ વાંચો: તીસ્તા સેતલવાડને કોરોના ટેસ્ટ માટે જઈ જવાયા, પૂર્વ IPS સંજીવ ભટ્ટને કરાશે ટ્રાન્સફર

મુલાકાતી દેશોના નેતાઓ સાથે ચર્ચાઓ: વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ શુક્રવારે જણાવ્યુ હતું કે, મોદી G7 સમિટ અને મુલાકાતી દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ પણ કરશે. જર્મની એ ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, અને દક્ષિણ આફ્રિકા ને પણ આ કોન્ફન્સમાં મહેમાન તરીકે ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Last Updated : Jun 26, 2022, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.