ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી પહોંચ્યા વારાણસી, આજે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદ્ધાટન કરશે

author img

By

Published : Jul 15, 2021, 8:05 AM IST

Updated : Jul 15, 2021, 11:20 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઇએ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર (Rudraksh International Cooperation Convention Centre)નું ઉદ્ધાટન કરશે. તેનો પાયો જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિંઝો આબે અને વડાપ્રધાન મોદીએ 2015માં નાખ્યો હતો. તે શિવલિંગના આકારમાં બનાવવામાં આવ્યું છે. આ ડિઝાઇન જાપાની કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે જાપાન અને ભારતની મિત્રતાનું પ્રતીક છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાન મોદી આજે 15 જુલાઇએ વારાણસીની મુલાકાતે
  • વડાપ્રધાન મોદી આજે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદ્ધાટન કરશે
  • રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાપાન અને ભારતની મિત્રતાનું પ્રતીક

વારાણસી (ઉત્તરપ્રદેશ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઇએ તેમની એક દિવસીય મુલાકાતે વારાણસી પહોંચશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વારાણસીને 1,500 કરોડથી વધુની યોજના ભેટ કરશે. આ બધામાં સૌથી અગત્યની ભેટ દેશ માટે વારાણસીમાં બનાવવામાં આવેલું રુદ્રાક્ષ કન્વેશન સેંટર (Rudraksh International Cooperation Convention Centre) છે.

ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા ખૂબ જ જૂની

આ કન્વેશન સેંટર જે જાપાન-ભારતની મિત્રતાને એક અલગ ઓળખ આપી રહ્યું છે. જોકે, ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા ખૂબ જ જૂની છે. પરંતુ કાશીમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જૂની મિત્રતાને હજી વધુ મજબૂત બનાવશે. જાપાનના પ્રતિનિધિઓની હાજરીમાં વડાપ્રધાન મોદી જાપાન અને ભારત વચ્ચેની મિત્રતાના ઉદાહરણ તરીકે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર વારાણસીને સોંપશે. જાપાનમાં આને લઇને આનંદનો માહોલ છે. જાપાનમાં રહેતા ભારતીય નાગરિકો પણ આનાથી ખૂબ જ ખુશ છે.

કાશીમાં 'રુદ્રાક્ષ' દ્વારા બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરશે

ભારતમાં આવેલા જાપાની નાગરિકોનું કહેવું છે કે, તેઓને અપાર આનંદ મળી રહ્યો છે કે, કાશીમાં 'રુદ્રાક્ષ' દ્વારા બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવે છે કે, તેમણે આ પદ્ધતિનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર, જાપાની નાગરિકો ભગવાન પાસેથી શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

જાપાન અને ભારતના સંબંધોને નવું રૂપ આપશે

વારાણસીના સારનાથ સ્થિત જાપાની મંદિરમાં રુદ્રાક્ષ કન્વેશનને લઈને વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. ભગવાનને બન્ને દેશોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અંગે મંદિરના આશ્રયદાતા કલસંગ નોર્બોએ જણાવ્યું કે, અમે વિશેષ પૂજા-અર્ચના કરી છે. કેમ કે કાશીમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે જાપાન અને ભારતના સંબંધોને નવું રૂપ આપશે. આ માટે અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે, બન્ને દેશોમાં શાંતિ બનેલી રહે.

આ પણ વાંચો : Prime Minister Modi's dream projectમાંથી એક સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે મુખ્યપ્રધાન રૂપાણી

બાંધકામ 10 જુલાઈ 2018ના રોજ શરૂ થયું હતું

2015માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિંઝો આબે, વડાપ્રધાન મોદી સાથે વારાણસીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બન્ને નેતાઓએ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર વિશે ચર્ચા કરી અને આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો હતો. તેનું બાંધકામ 10 જુલાઈ 2018ના રોજ શરૂ થયું હતું અને તે માર્ચ 2021માં પૂર્ણ થયું છે. જાપાન દ્વારા આ પ્રોજેક્ટ માટે 186 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાપાનની આધુનિક તકનીકોના આધારે બનાવવામાં આવ્યું છે.

રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પણ બન્ને દેશોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે

તેની ડિઝાઇનિંગ જાપાનની કંપની ઓરિએન્ટલ કન્સલ્ટન્ટ ગ્લોબલ દ્વારા કરવામાં આવી છે. અને તેનું બાંધકામ જાપાનની ફુજિતા કોર્પોરેશન નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય અને જાપાની વાનગીઓની સાથે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પણ બન્ને દેશોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

ઉદ્ઘાટન દરમિયાન મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરના પ્રાંગણમાં રુદ્રાક્ષ પ્લાન્ટ લગાવશે

જાપાનના લાઇટ્સ અને જાપાની છત્રીઓ ઉપરાંત જાપાનના ઘરોમાં સજાવટ માટે વપરાયેલા પારંપરિક મુખોટા, પોષાકો પણ અહીં જોવા મળશે. રુદ્રાક્ષ કન્વેશનમાં ભારત-જાપાની શૈલીની ઝલક દેખાશે. રુદ્રાક્ષમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરના પ્રાંગણમાં રુદ્રાક્ષ પ્લાન્ટ પણ લગાવશે.

કાશીમાં 1,500 કરોડથી વધુના વિકાસના વિશાળ કામોના ઉદ્ઘાટન

વારાણસી આવતા એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ બુધવારે કાશી પ્રવાસને લઈને એક પછી એક અનેક ટ્વીટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'આવતીકાલે 15મી જુલાઈએ હું કાશીમાં 1,500 કરોડથી વધુના વિકાસના વિશાળ કામોના ઉદ્ઘાટન માટે આવીશ. આ કાર્ય કાશી અને પૂર્વાંચલના લોકો માટે 'ઇઝ ઓફ લિવિંગ' આગળ વધારશે.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરાશે : વડાપ્રધાન મોદી

સંમેલન કેન્દ્ર 'રુદ્રાક્ષ'નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં એક સંમેલન કેન્દ્ર 'રુદ્રાક્ષ'નું ઉદ્ઘાટન કરવામાં મને ખુશી થઇ રહી છે. જાપાની સહાયથી બનાવવામાં આવેલું આ અદ્યતન કેન્દ્ર, સંમેલનો માટે વારાણસીને એક આકર્ષક કેન્દ્ર બનાવશે અને આ રીતે શહેરમાં વધુ પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને આકર્ષિત કરશે.

ઇન્ટિગ્રેટેડ પેક હાઉસનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદીએ વધુમાં ટ્વીટ કર્યું હતુ કે, કાશી પ્રત્યેની અમારું દ્રષ્ટિ આવનારી પેઢીઓ માટે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ બનાવવાની છે. આ ભાવનાથી, સીઆઈપીઇટી, જલ જીવન મિશન હેઠળના ગ્રામીણ પ્રોજેક્ટ અને કારખિંયાવમાં કેરી તેમજ શાકભાજી માટેના ઇન્ટીગ્રેટેડ પેક હાઉસનો શિલાન્યાસ રાકશે.

આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે

એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કાશીમાં જે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમાં ગોદાઉલિયા ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે રો-રો વેસલ્સ, વારાણસી-ગાજીપુર હાઇવે પર થ્રી-લેન ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે.

બીએચયુ હોસ્પિટલમાં 100 બેડવાળી એમસીએચ વિંગનું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુંં કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારે આરોગ્યના ક્ષેત્રમાં મોટા પાયે કાર્ય કર્યું છે. આ પ્રયત્નો અંતર્ગત બીએચયુ હોસ્પિટલમાં 100 બેડવાળા એમસીએચ વિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળને કાશી અને આસપાસના વિસ્તારના લોકોને સરળતાથી સુલભ બનાવશે.

વહીવટીતંત્રે શહેરમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

વડાપ્રધાન સવારે સાડા દસ વાગ્યાની આસપાસ વારાણસી એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શહેરમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. ટ્રાફિક દબાણની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે વારાણસી ટ્રાફિક પોલીસ કમિશ્નરે ચોકઘાટ, તેલીયાબાગ, મરિયમ, માલદહિયા ચોકડી, સિગરા પોલીસ મથક, સાજન તિરહા, બીએચયુ માર્ગ ઉપરનો માર્ગ ફેરવ્યો છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 15, 2021, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.