ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો

author img

By

Published : Nov 3, 2021, 5:38 PM IST

દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી ઉજવશે (PM MODI WILL CELEBRATE DIWALI WITH SOLDIERS). સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી આવતીકાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી ઉજવશે
  • દિવાળી પર વડાપ્રધાન મોદીની મુલાકાત પર એક નજર
  • નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી ઉજવશે (PM MODI WILL CELEBRATE DIWALI WITH SOLDIERS). વડાપ્રધાન મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે.

દિવાળી પર વડાપ્રધાન મોદીની મુલાકાત પર એક નજર

વર્ષ 2020માં મોદીએ રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીએ LOC પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી.

વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના હરસિલમાં આર્મી અને ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વર્ષ 2017માં મોદીએ તત્કાલિન આર્મી ચીફ જનરલ બિપિન રાવત સાથે જમ્મુ અને કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. તેમણે ગુરેઝ સેક્ટરમાં 15 કોર્પ્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વર્ષ 2016માં મોદીએ ભારત-ચીન સરહદી વિસ્તારો પસંદ કર્યા અને હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાની મુલાકાત લીધી. તેમણે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, ઈન્ડિયન આર્મી અને ડોગરા સ્કાઉટ્સના જવાનો સાથે આ ઉજવણી કરી હતી.

વર્ષ 2015માં મોદીએ ભારત-પાક બોર્ડરની મુલાકાત લીધી હતી. આ વર્ષે 1965ના યુદ્ધની 50મી વર્ષગાંઠ હતી, જેના કારણે મોદીએ ડોગરાઈ વોર મેમોરિયલની સાથે બાર્કી વોર મેમોરિયલ અને સૌથી મોટી ટેંક બેટલ પૈકીના એક અસલ ઉત્તરની મુલાકાત લીધી હતી.

વર્ષ 2014માં મોદીએ ભારત-પાક બોર્ડર પાસે સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લઈને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પૃથ્વીનું સૌથી ઉંચુ યુદ્ધ મેદાન છે.

આ પણ વાંચો: હર હર મહાદેવ: દિવાળીમાં સન્મુખ અને ઓનલાઇન દર્શન કરી શકશે સોમનાથ મહાદેવના ભક્તો

આ પણ વાંચો: દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.