ETV Bharat / bharat

PM Modi Uttarakhand Visit: PM મોદીએ કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનશે

author img

By

Published : Dec 30, 2021, 3:52 PM IST

PM મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ (PM Modi Uttarakhand Visit)માં વિકસી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં ઔદ્યોગિક ક્ષમતા (industrial potential in uttarakhand)માં વધારો આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. PM મોદી આજે હલ્દ્વાનીની મુલાકાતે (pm modi haldwani visit) છે. આ દરમિયાન તેમણે રાજ્ય માટે હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

PM Modi Uttarakhand Visit: PM મોદીએ કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનશે
PM Modi Uttarakhand Visit: PM મોદીએ કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનશે

હલ્દ્વાની: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હલ્દ્વાનીની મુલાકાતે (pm modi haldwani visit) છે. આ દરમિયાન, તેમણે રાજ્ય માટે હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ (inauguration of projects in uttarakhand) કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આજે જ્યારે જનતાને આ લોકોની સત્યતા ખબર પડી છે ત્યારે આ લોકોએ એક નવી દુકાન ખોલી છે. તે દુકાન છે અફવાઓ ફેલાવવાની. અફવા બનાવો, પછી તેને ફેલાવો અને તે અફવાને સાચી માનીને દિવસ-રાત બૂમો પાડતા રહો.

ઉત્તરાખંડને બંને હાથે લૂંટ્યું

PM મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડે (PM Modi Uttarakhand Visit) તેની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા વર્ષોમાં તમે સરકાર ચલાવતા એવા લોકોને પણ જોયા છે જેઓ કહેતા હતા - ભલે તમે ઉત્તરાખંડને લૂંટી લો, મારી સરકાર બચાવો. આ લોકોએ ઉત્તરાખંડને બંને હાથે લૂંટ્યું. ઉત્તરાખંડને પ્રેમ કરનારાઓ આવું વિચારી પણ શકતા નથી. પહેલાની અગવડતા અને વંચિતતા હવે સગવડતા અને સુમેળમાં પરિવર્તિત થઈ રહી છે. તેઓએ તમને મૂળભૂત સુવિધાઓનો અભાવ આપ્યો, અમે દરેક વિભાગ, દરેક વિસ્તારને 100 ટકા પાયાની સુવિધાઓ આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.

હું કામ ઠીક કરી રહ્યો છું, તમે તેમને ઠીક કરો - મોદી

લોકોને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ. આવી જૂની વસ્તુઓ શોધી શોધીને આવી જૂની ચીજોને સુધારવામાં મારો સમય જઇ રહ્યો છે. હવે હું કામ ઠીક કરી રહ્યો છું, તમે તેમને ઠીક કરો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે નૈનીતાલના દેવસ્થળમાં ભારતનું સૌથી મોટું ઓપ્ટિકલ ટેલિસ્કોપ (largest optical telescope in india) પણ સ્થાપ્યું છે. આનાથી દેશ-વિદેશના વૈજ્ઞાનિકોને એક નવી સુવિધા જ નહીં, આ વિસ્તારને નવી ઓળખ મળી છે. આજે દિલ્હી અને દહેરાદૂનમાં સત્તાની ભાવનાથી નહીં, સેવાના ભાવથી ચાલનારી સરકારો (BJP Government in Uttarakhand) છે. અગાઉની સરકારોએ સરહદી રાજ્ય હોવા છતાં આ વિસ્તારની અવગણના કરી. આ કુમાઉની બહાદુર માતાઓ જેમણે રાષ્ટ્રની રક્ષા માટે પોતાનાં સંતાનોને સમર્પિત કર્યાં તે ભૂલી શકે તેમ નથી.

વિકાસ કાર્યો પર ભાર

તેમણે કહ્યું કે, આજે 17,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન (inauguration of development works in uttarakhand) અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટ કુમાઉના તમામ મિત્રોને સારી કનેક્ટિવિટી અને સારી સુવિધાઓ આપવા જઈ રહ્યા છે. આજે કુમાઉ આવવાનું સૌભાગ્ય મળ્યું તો ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. હું આ ઉત્તરાખંડી ટોપી પહેરીને ગર્વ અનુભવું છું જે તમે ખૂબ જ આત્મીયતાથી પહેરી રહ્યાં છો.

વિકાસ કાર્યો ઝડપી ગતિએ કરવાની જરૂરિયાત પર ભાર

તેમણે કહ્યું કે, હલ્દ્વાની શહેરના એકંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ (infrastructure development in haldwani uttarakhand) માટે અમે લગભગ 2,000 કરોડ રૂપિયાની યોજના લઈને આવી રહ્યા છીએ. હવે હલ્દ્વાનીમાં દરેક જગ્યાએ પાણી, ગટર, રસ્તા, પાર્કિંગ, સ્ટ્રીટ લાઇટમાં અભૂતપૂર્વ સુધારો થશે. આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવા માટે અમે આવા અનેક વિકાસ કાર્યો ઝડપી ગતિએ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઉત્તરાખંડમાં વિકસી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં ઔદ્યોગિક ક્ષમતામાં વધારો આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.

આ પણ વાંચો: PM Modi Uttarakhand Visit: વડાપ્રધાન મોદી આજે હલ્દ્વાનીમાં ઉત્તરાખંડની બીજી AIIMSનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચો: Rahul Gandhi Foreign visit : નવા વર્ષ પહેલા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે રવાના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.