ETV Bharat / bharat

Hanuman Jayanti 2022: મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

author img

By

Published : Apr 16, 2022, 11:42 AM IST

Updated : Apr 16, 2022, 4:24 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિ (Hanuman Jayanti 2022) પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં બનેલી હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) કર્યું હતું. હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી છે.

Hanuman Jayanti 2022: મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
Hanuman Jayanti 2022: મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિ (Hanuman Jayanti 2022) પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં બનેલી હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) હતું. હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ (Hanumanji Char Dham Project) હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી છે. તો મોરબીમાં આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને દેશવાસીઓને આપી શુભેચ્છા

વડાપ્રધાને દેશવાસીઓને આપી શુભેચ્છા - આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હનુમાન જયંતિના (Hanuman Jayanti 2022) શુભ પ્રસંગે પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાનના ભક્તો માટે આ ખૂબ જ સુખદ છે, રામ ભક્તો માટે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

દેશમાં 4 ખૂણામાં સ્થાપિત કરાઈ પ્રતિમા - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન હનુમાનજી દરેકને તેમની ભક્તિ, તેમની સેવા સાથે જોડે છે. દરેક વ્યક્તિને હનુમાનજી પાસેથી પ્રેરણા મળે છે. હનુમાન એ શક્તિ અને શક્તિ છે, જેમણે વનમાં રહેતી તમામ પ્રજાતિઓ અને વનબંધુઓને આદર અને આદર આપવાનો અધિકાર આપ્યો. એટલા માટે હનુમાનજી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો પણ મહત્વનો દોર છે. તેમણે કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની આ તાહરની 108 ફૂટ ઊંચી પ્રતિમા દેશના અલગ-અલગ ખૂણામાં સ્થાપિત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આપણે શિમલામાં હનુમાનજીની પ્રતિમા જોઈ રહ્યા છીએ, આજે મોરબીમાં વધુ એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે દક્ષિણમાં રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં અન્ય બે મૂર્તિઓ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

વડાપ્રધાને દેશવાસીઓને આપી શુભેચ્છા
વડાપ્રધાને દેશવાસીઓને આપી શુભેચ્છા

હનુમાનધામ ખાતે યોજાઈ શ્રીરામ કથા- મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમા અનાવરણ નિમિતે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ રીતે જોડાઈને આ વિશાળ પ્રતિમાનું લોકાપર્ણ (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) કર્યું હતું. તેમજ 45 મિનીટ લાંબું સંબોધન પણ કર્યું હતું. તે દરમિયાન વડાપ્રધાને મોરબીમાં આવેલા સંકટ સમયે ખોખરા હનુમાન મંદિરે કરેલી સેવાને વખાણી હતી.

વડાપ્રધાને જૂની યાદોને વાગોળી - વડાપ્રધાને મોરબીના સંત કેશવાનંદ બાપુની સંતોની ભૂમિને વંદન કરી જૂની યાદો વાગોળી હતી અને ભૂકંપ સહિતના મોરબીમાં આવેલા સંકટ સમયે તેમણે ખોખરા હનુમાન મંદિરમાં કેશવાનંદ બાપુ સાથે આવી અહીંથી તેઓ સેવા આપતા હતા. તેમને સેવા કરવાની પ્રેરણા કેશવાનંદ બાપુ પાસેથી મળી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. તેમ જ સંતોની ભૂમિ અને મોરબીવાસીઓની ખુમારીને વખાણી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, હનુમાનજી શક્તિનું પ્રતિક (Hanumanji symbolizes power) છે તેમ છતાં તેઓ પોતાને સેવક માને છે.

ભાજપ ભગવાન શ્રીરામના સૌને સાથે લઈને ચાલવાની શીખ પર ચાલી રહી છેઃ PM - વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ભગવાન હનુમાનજીએ માતા સીતાને શોધવાથી લઈને લંકાથી પરત લાવી ભગવાન શ્રીરામની સેવા કરી હતી. તેમ છતાં તે બધું ભગવાન શ્રીરામની ઈચ્છાથી થયાનું જણાવ્યું હતું. અને તેઓ જે કંઈ કરે છે. તે ભગવાનની મરજીથી થતું હોવાનું જણાવ્યું હતું. રામ ભગવાન સૌને સાથે લઈને ચાલવાનું શીખવે છે, જે મંત્ર મુજબ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલતી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો- PM Modi inaugurates Kumar Hostel: ગુજરાતના શિક્ષણ અને સંસ્કારની મદદથી હું દેશની સેવા કરી રહ્યો છુંઃ PM

મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છ મળીને જાપાન સમાન ગણાવ્યું - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના અનુભવો વધુ કામ આવ્યા હોવાની યાદો પણ વાગોળી હતી. મોરબી એક ઓદ્યોગિક કેન્દ્ર છે. તેમ જ મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છ મળીને જાપાન સમાન ઓદ્યોગિક કેન્દ્ર બની રહે છે. તેમ ધાર્મિક સંબોધન ઉપરાંત અંતમાં તેઓએ નાગરિકોને લોકલ પ્રોડક્ટ પર ભાર મૂકવા પણ જણાવ્યું હતું. લોકલ ફોર વોકલ મંત્રને (PM Modi on Vocal for Local) નાગરિકો સાર્થક કરી શકે છે અને સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મુક્યો હતો.

આ પણ વાંચો- Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ

સમગ્ર દેશમાં ચાર હનુમાનધામ પૈકી એક મોરબીમાં બનાવ્યું - હરિશ્ચંદ્ર નંદા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના ચાર ખૂણે ભગવાન હનુમાનના 4 ધામ સ્થાપવાનું કાર્ય હાથ પર લીધું છે, જેમાં વર્ષ 2008માં ઉદ્યોગપતિ નિખીલ નંદા દ્વારા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ વર્ષ 2010માં સીમલાના જાખું મંદિર ખાતે પ્રથમ હનુમાન ધામ બનાવ્યા બાદ બીજું હનુમાન ધામ મોરબીના ખોખરા હનુમાન મંદિરે બનાવ્યું છે, જેમાં 2108 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આ અંગે નંદાએ જણાવ્યું હતું કે, એક આશીર્વાદ છે કે અમે આ પ્રોજેક્ટને સમયની અંદર પૂર્ણ કરવામાં સફળ થયા. આ તમામ ભારતના નાગરિકો માટે એક શુભ પ્રસંગ છે. છેલ્લું વર્ષ આપણા બધા માટે થોડું મુશ્કેલ હતું, પરંતુ આગળ મોટી ગતિ રાહ જોઈ રહી હતી. મને ખાતરી છે કે, આ આ પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ભારતની સંસ્કૃતિ અને પર્યટનને ગૌરવ અપાવશે.

સાંસદ વિનોદ ચાવડાએ શું કહ્યું - આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કેશવાનંદ બાપુની ચૈતન્ય અને પવિત્ર ભૂમિ પર રામકથાનું આયોજન કરાયું છે, જેનો લાભ લેવાનો અવસર મળ્યો. અહી ગાયોની સેવા થાય છે. સંસ્કૃત પાઠશાળા ચાલે છે અને વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પાઠવી હતી જે અવસર એતિહાસિક બની રહ્યો છે ધર્મ રક્ષણ અને સમજ રક્ષણ તેમ જ સમાજની સેવા માટે મા કનકેશ્વરીદેવીજીનું માર્ગદર્શન સતત મળતું રહે છે, જે તેમનું સદભાગ્ય હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા - રામકથાના પૂર્ણાહૂતિ અને 108 ફૂટ ઊંચી હનુમાનજી પ્રતિમા અનાવરણ નિમિતે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રતિમાનું અનાવરણ એ ઐતિહાસિક ક્ષણ છે અને તેઓ આ અવસરના સાક્ષી બન્યા તે સૌભાગ્ય હોવાનું જણાવ્યું હતું. તેઓ મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી સાથે વર્ષોથી જોડાયેલા છે. જોકે, મોરબી પ્રથમ વખત આવવાનું બન્યું છે. ભગવાન રામની પરંપરા છે.ય તે ભારતની પરંપરા છે. ભારત સમગ્ર દુનિયાને શાંતિનો સંદેશ આપે છે. આ પરંપરા મુજબ ભાજપ કાર્ય કરતું હોવાનું જણાવ્યું હતું. ભાજપ માટે પ્રથમ દેશ, બાદમાં પાર્ટી અને છેલ્લે વ્યક્તિ આવે હે તેમ જણાવ્યું હતું.

Last Updated :Apr 16, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.