ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI લોન્ચ કરશે

author img

By

Published : Aug 1, 2021, 9:02 AM IST

Updated : Aug 2, 2021, 6:11 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા e-RUPI, એક વ્યક્તિ અને હેતુ-વિશિષ્ટ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરવાના છે.

વડાપ્રધાન મોદી આવતીકાલે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI લોન્ચ કરશે
વડાપ્રધાન મોદી આવતીકાલે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI લોન્ચ કરશે

  • e-RUPI એ પ્રિપેઇડ ઇ-વાઉચર છે
  • e-RUPI ચૂકવણીને સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ બનાવશે
  • નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરશે. e-RUPI એ પ્રિપેઇડ ઇ-વાઉચર છે. જે NPCI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ચૂકવણીને સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ બનાવશે.

ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી

e-RUPI ક્યુઆર કોડ અથવા SMS સ્ટ્રિંગ પર આધારિત ઇ-વાઉચર તરીકે કાર્ય કરે છે, જે લાભાર્થીઓના મોબાઇલ ફોનમાં પહોંચાડવામાં આવે છે. e-RUPI પ્લેટફોર્મ વપરાશકર્તાઓને કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરવાની મંજૂરી આપશે.આ ડિજિટલ પ્લેટફોર્મ ખાતરી કરે છે કે, ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી કરવામાં આવે છે. પ્રીપેડ હોવાથી તે કોઈપણ મધ્યસ્થીની સંડોવણી વિના સેવા પ્રદાતાને સમયસર ચૂકવણીની ખાતરી આપે છે.

આ પણ વાંચો: ગૂગલ પે સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી, આરોપ- પહેલેથી હાજર UPIથી કામ કરવાની મંજૂરી આપતું નથી

આ પણ વાંચો: Google Pay એ 6.7 કરોડ વપરાશકર્તાઓ સાથે PhonePe ને પાછળ છોડ્યું

Last Updated :Aug 2, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.