ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મન કી બાત અંતર્ગત દેશની જનતાને સંબોધન

author img

By

Published : Feb 28, 2021, 7:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ સવારના 11 કલાકે રેડિયો કાર્યક્રમ મનની વાતના માધ્યમથી તેઓ દેશને સંબોધન કરવાના છે. આ તેમનું 74મી વખત સંબોધન હશે.

મન ની વાત દ્વારા 74મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિકોને સંબોધશે
મન ની વાત દ્વારા 74મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિકોને સંબોધશે

  • આજે મન કી બાત કાર્યક્રમમાં મોદી દેશના નાગરીકોને સંબોધશે
  • સવારે 11 કલાકે કરશે સંબોધન
  • કોરોના વાઈરસ અને વેક્સિનેશનના બીજા ચરણને લઈને કરી શકે છે ચર્ચા

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ સવારના 11 કલાકે રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશને સંબોધન કરવાના છે. આ તેમનું 74મી વખત સંબોધન હશે. આ દરમિયાન તેઓ દેશમાં વધી રહેલા કોરોના વાઈરસનું સંક્રમણ અને વેક્સિનેશનના બીજા ચરણને લઈને ચર્ચા કરી શકે છે. આ પહેલા તેઓ 73માં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થેયેલી હિંસાની વાત કરી હતી અને કહ્યું હતું કે, 26 જાન્યુઆરી પર રાષ્ટ્રધ્વજના થયેલા અપમાન બદલ દેશ દુઃખી છે. આ સમય દરમિયાન કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષની શરૂઆત સાથે જ કોરોના સામે આપણી લડતને પણ લગભગ એક વર્ષ પૂર્ણ થઈ ગયુ છે. જેમ ભારતની કોરોના સામેની લડત એક ઉદાહરણ બની ગઈ છે તેવી જ રીતે હવે આપણું રસીકરણ અભિયાન પણ વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.

ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે જાણો છો આનાથી વધુ ગર્વની વાત શું છે? કટોકટીના સમયમાં ભારત વિશ્વની સેવા કરવામાં સમર્થ છે, કારણ કે ભારત આજે દવાઓ અને રસી માટે સક્ષમ છે, તે આત્મનિર્ભર છે. વડાપ્રધાને તમામ દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોને હાકલ કરી હતી કે, તેઓએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે લખવું જોઈએ. તમારા વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામના સમયની શૈર્યની વાર્તાઓ વિશે પુસ્તકો લખો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી

આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પાયલેટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તમે થોડા દિવસો પહેલા જોયું જ હશે, બેંગલોરથી સાન ફ્રાન્સિસ્કો, USA જવા માટે નોન સ્ટોપ ફ્લાઇટનું નેતૃત્વ ભારતની ચાર મહિલા પાયલટ્સે સંભાળી છે. તેમણે દસ હજાર કિલોમીટરથી વધુ લાંબો પ્રવાસ કરીને ઈતિહાસ રચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.