ETV Bharat / bharat

પેટા ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માન્યો

author img

By

Published : Nov 11, 2020, 7:50 AM IST

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોની પેટા-ચૂંટણીઓમાં ભાજપની જીત બદલ જનતાનો આભાર માન્યો છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ભવ્ય વિજય પર જનતોનો આભાર માન્યો
  • ગુજરાતની તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય
  • ગૃહપ્રધાન અમિત શાહે પર જનતાનો આભાર માન્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની પેટાચૂંટણીના પરિણામો પર કહ્યું કે, મધ્યપ્રદેશની જનતાએ ​​રાજ્યમાં સ્થિર અને મજબૂત સરકારની ખાતરી આપી છે. ભાજપ પર ફરીથી વિશ્વાસ અને આશીર્વાદ આપવા માટે હું મધ્યપ્રદેશની જનતાનો આભાર માનું છું. આ પરિણામો પછી, શિવરાજ જીના નેતૃત્વમાં મધ્યપ્રદેશની વિકાસયાત્રા હવે વધુ ઝડપે આગળ વધશે.

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની જનતાનો આભાર માન્યો

વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં ભાજપના વિજયનો શ્રેય મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આ પરિણામો દર્શાવે છે કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્ય વિકાસની નવી ઉંચાઈઓને સ્પર્શવા ઝડપથી આગળ વધી રહ્યું છે. પેટા ચૂંટણીના પરિણામો યુપી સરકારના પ્રયત્નોને વધુ ઉર્જા આપશે.

ગુજરાતની જનતાનો આભાર

ત્યારે ગુજરાતની તમામ 8 બેઠકો પર ભાજપાના ભવ્ય વિજય પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, "ગુજરાત અને ભાજપ વચ્ચેનું બંધન અતૂટ છે! રાજ્યના લોકોનો સ્નેહ ફરી એકવાર 8 પેટા ચૂંટણીમાં જોવા મળ્યો છે. જ્યાં એ સંપૂર્ણ જીત હાંસલ કરી છે. હું ગુજરાતના લોકોનો સમર્થન બદલ આભાર માનું છું."હું વિજયરૂપાણીજીના વડપણ હેઠળની રાજ્ય સરકાર તથા સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતને બિરદાવું છું."

ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વિટ

કેન્દ્રીય ગૃહપ્રધઆન અમિત શાહે પણ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ અને પાર્ટીના કાર્યકરોને મધ્યપ્રદેશની પેટા-ચૂંટણીમાં ભાજપની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્મા અને મધ્ય પ્રદેશ ભાજપના કાર્યકરોને મધ્યપ્રદેશની પેટા-ચૂંટણીઓ અંગે હાર્દિક અભિનંદન પાઠવું છું. હું ભાજપના વિકાસ નીતિ અને મોદીજી અને શિવરાજની જોડી પર વિશ્વાસ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર માનું છું.

ઉત્તર પ્રેદશની જનતાનો આભાર

ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણીમાં ભાજપની જીત પર, તેમણે ટ્વિટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશ પેટા-ચૂંટણીઓના પરિણામો ભાજપ સરકારના અભૂતપૂર્વ વિકાસ પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્ય પ્રગતિના નવા ધોરણો નિર્ધારિત કરી રહ્યું છે.

તેમણે ગુજરાતની 8 બેઠકો પર વિજય બાદ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજયએ નરેન્દ્રમોદીજી, વિજય રૂપાણીજી અને ભાજપ સરકાર પર અવિરત વિશ્વાસની જીત છે.આ પ્રચંડ જન સમર્થન બદલ ગુજરાતની જનતાનો હાર્દિક આભાર અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર પાટીલ તેમજ ભાજપના તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.