ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી દેશના સાત કોરોના રસીના ઉત્પાદકોને મળ્યા

author img

By

Published : Oct 23, 2021, 5:42 PM IST

Updated : Oct 23, 2021, 5:49 PM IST

ભારતે મહામારી સામે રસીકરણ ઝુંબેશના ભાગરૂપે 21 ઓક્ટોબરના રોજ 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે, સમગ્ર વિશ્વમાંથી ભારતને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી દેશના સાત કોરોના રસીના ઉત્પાદકોને મળ્યા
વડાપ્રધાન મોદી દેશના સાત કોરોના રસીના ઉત્પાદકોને મળ્યા

  • વડાપ્રધાન મોદીએ કોરોના રસીના ઉત્પાદકો સાથે કર્યો સંવાદ
  • આ બેઠકમાં રસીના સાત ઉત્પાદકો રહ્યા હતા હાજર
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ રહ્યા ઉપસ્થિત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ​​સાત ભારતીય કોવિડ -19 રસી ઉત્પાદકોને મળ્યા હતા. દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 100 કરોડ ડોઝ આપવાના ઐતિહાસિક લક્ષ્યને હાંસલ કરવાને ધ્યાનમાં રાખીને આ બેઠક થઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સાત રસી ઉત્પાદકો - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઇ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા હતા.

  • PM Narendra Modi interacts with vaccine manufacturers including Serum Institute's Adar Poonawalla. Union Health Minister Mansukh Mandaviya and MoS Health Bharati Pravin Pawar also present. pic.twitter.com/hiSmjEueuC

    — ANI (@ANI) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બધા માટે રસી મંત્ર પર કરાયું કામ

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને ભારતની તમામ પાત્ર વસ્તીને વહેલામાં વહેલી તકે રસીકરણ કરવાની અને "બધા માટે રસી" મંત્ર હેઠળ અન્ય દેશોને મદદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ ડેટા મુજબ ભારતમાં અત્યાર સુધી રસીના 101.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Last Updated : Oct 23, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.