ETV Bharat / bharat

Mann Ki Baat :PM મોદીએ કહ્યું 'નવું ભારત' માત્ર મોટા સપના જ નથી જોતું, લક્ષ્ય પણ કરે છે હાંસલ

author img

By

Published : Mar 27, 2022, 9:13 AM IST

Updated : Mar 27, 2022, 2:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ​​'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના ઓનલાઈન ખરીદીના પોર્ટલ (Government e Marketplace) પરથી નાણાકીય વર્ષ 2021-22માં એક લાખ કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓ અને સેવાઓની ખરીદીની જાહેરાત કરી હતી. ઉલ્લેખ કર્યો છે કે આ 'નવું ભારત' છે જે માત્ર મોટા સપના જ નથી જોતું પણ તે લક્ષ્ય સુધી પહોંચવાની હિંમત પણ બતાવે છે.

Mann Ki Baat :PM મોદીએ કહ્યું 'નવું ભારત' માત્ર મોટા સપના જ નથી જોતું, લક્ષ્ય પણ કરે છે હાંસલ
Mann Ki Baat :PM મોદીએ કહ્યું 'નવું ભારત' માત્ર મોટા સપના જ નથી જોતું, લક્ષ્ય પણ કરે છે હાંસલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે પ્રથમ વખત ડોલર 400 બિલિયન અથવા રૂપિયા 30 લાખ કરોડના માલની નિકાસના લક્ષ્યની જાહેરાત કરી હતી. ઓનલાઈન ખરીદીના પોર્ટલ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસમાં (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22માં એક લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સામાન અને સેવાઓની અને સેવાઓની ખરીદીનો ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ કહ્યું આ 'નવું ભારત' છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, આ 'નવું ભારત' છે જે માત્ર મોટા સપના જ નથી જોતું, પરંતુ તે લક્ષ્યને હાંસલ પણ કરે છે. હિંમત પણ બતાવે છે. AIRના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 87માં એપિસોડમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હિંમતના બળ પર તમામ ભારતીયો સાથે મળીને 'આત્મનિર્ભર ભારત'નું સપનું ચોક્કસપણે સાકાર કરશે.

આ પણ વાંચો: જાણો વડાપ્રધાન મોદીએ શાં માટે 'મન કી બાત'માં કર્યો માધવપુરનો ઉલ્લેખ

PM મોદીએ કહ્યું દેશના ખૂણેથી નવા ઉત્પાદનો વિદેશમાં જઈ રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, 'એક સમયે ભારતમાંથી નિકાસનો આંકડો 100 બિલિયન, ક્યારેક 150 બિલિયન, ક્યારેક 200 બિલિયન હતો. આજે ભારત 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના ખૂણે ખૂણેથી નવા ઉત્પાદનો વિદેશમાં જઈ રહ્યા છે. આ એપિસોડમાં તેમણે આસામના હૈલાકાંડીના ચામડાના ઉત્પાદનો, ઉસ્માનાબાદના હેન્ડલૂમ ઉત્પાદનો, બીજાપુરના ફળો અને શાકભાજી, ચંદૌલીના કાળા ચોખા અને ત્રિપુરાના જેકફ્રૂટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની નિકાસ ઝડપથી વધી છે.

'મેડ ઈન ઈન્ડિયા' ઉત્પાદનો વધુ જોવા મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વધુમાં કહ્યું કે, 'સૌથી મોટી વાત એ છે કે નવા ઉત્પાદનો નવા દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. હવે તમે અન્ય દેશોમાં જશો તો 'મેડ ઈન ઈન્ડિયા' ઉત્પાદનો પહેલા કરતા વધુ જોવા મળશે. તેમણે કહ્યું કે વિદેશમાં નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોની યાદી ઘણી લાંબી છે અને આ યાદી જેટલી લાંબી છે તેટલી જ 'મેક ઈન ઈન્ડિયા'ની શક્તિ વધારે છે અને એટલી જ શક્તિ 'વિરાટ ભારત'ની છે. તેમણે કહ્યું, 'ભારતના લોકોની આ શક્તિ હવે વિશ્વના ખૂણે ખૂણે નવા બજારોમાં પહોંચી રહી છે.'

ઉદ્યોગસાહસિકો અને નાના દુકાનદારોએ માલ સીધો સરકારને વેચ્યો : સ્થાનિક ઉત્પાદનોનું વૈશ્વિકરણ કરવા અને ભારતીય ઉત્પાદનોની પ્રતિષ્ઠા વધારવાનું આહ્વાન કરતાં વડાપ્રધાને કહ્યું કે, જ્યારે દરેક ભારતીય 'સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અવાજ ઉઠાવે છે' ત્યારે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનવામાં સમય લાગતો નથી. છેલ્લા એક વર્ષમાં સરકારે GeM પોર્ટલ દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુનો માલ ખરીદ્યો છે અને દેશના દરેક ખૂણેથી લગભગ 1.25 લાખ નાના ઉદ્યોગસાહસિકો અને નાના દુકાનદારોએ તેમનો માલ સીધો સરકારને વેચ્યો છે.

આ પણ વાંચો: ગરીબોને 6 મહિના વધુ મફત રાશનની રાહત, સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર સુધી લંબાવી

PM મોદીએ કહ્યું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર કરીશું : એક સમય હતો જ્યારે માત્ર મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચી શકતી હતી, પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે અને જૂની સિસ્ટમ પણ બદલાઈ રહી છે. તેમણે કહ્યું, 'હવે નાનામાં નાના દુકાનદાર પણ GeM પોર્ટલ પર સરકારને પોતાનો સામાન વેચી શકશે. આ નવું ભારત છે. તે માત્ર મોટા સપના જ નથી જોતો પણ તે લક્ષ્ય સુધી પહોંચવાની હિંમત પણ બતાવે છે, જ્યાં પહેલા કોઈ પહોંચ્યું નથી. આ હિંમતના બળ પર આપણે બધા ભારતીયો સાથે મળીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર કરીશું.

Last Updated :Mar 27, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.