ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય કેન્સર સંસ્થાઓ વિશ્રામગૃહનું કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Oct 21, 2021, 1:19 PM IST

પીએમ મોદીએ 100 કરોડ વેક્સિનેશન પાર સાથે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાઓ વિશ્રામગૃહનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ 100 કરોડ વેક્સિનેશન પાર સાથે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાઓ વિશ્રામગૃહનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એમ્સ નવી દિલ્હીના ઝજ્જર કેમ્પસ, નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) ખાતે ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ(Infosys Foundation Rest) સદનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી(Union Health Minister) મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 100 કરોડને પાર વેક્સિનેશન
  • કોવિડ-19 સામે સલામતી વેક્સિન
  • રોગચાળા સામે લડતા આજનો દિવસ ઐતિહાસીક

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે ઝજ્જર એઇમ્સ(Aims Delhi)ના ઝજ્જર કેમ્પસમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI)ખાતે ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્રામ સદન ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, ગૃહમંત્રી અનિલ વિજ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઓમપ્રકાશ ધનખાર, રોહતકના સાંસદ અરવિંદ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

આજનો દિવસ ઈતિહાસમાં નોંધાયોઃ પીએમ

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ ઈતિહાસમાં નોંધાયો છે. ભારતે 100 કરોડ રસીનો આંકડો પાર કરી લીધો છે. 100 વર્ષમાં સૌથી મોટી રોગચાળાનો સામનો કરવા માટે, દેશમાં હવે 100 કરોડ રસી ડોઝની મજબૂત રક્ષણાત્મક કવચ(protective shield) છે. આ સિદ્ધિ ભારત અને ભારતના દરેક નાગરિકની છે. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ(Medical College) સ્થાપવા પર ભાર મુકી રહ્યા છીએ ત્યારે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ આમાં ખૂબ મહત્વની છે.

દવાઓના ભાવ ધટાડવા માટે પગલાં

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દર્દીને આયુષ્માન ભારત યોજના(Ayushman Bharat Yojana) હેઠળ મફત સારવાર મળે છે, આ સેવા છે જેના કારણે અમારી સરકારે લગભગ 400 કેન્સર(Cancer) દવાઓની કિંમતો ઘટાડવા માટે પગલાં લીધા છે.

આ કાર્યક્રમનો વિરોધ ધરણા પર બેઠેલા ખેડૂતો કરી શકે તેમ હતા

પરંતુ આ અંગે એવા સમાચાર મળ્યા હતા કે કૃષિ કાયદાઓના વિરોધમાં ધરણા પર બેઠેલા ખેડૂતો આ કાર્યક્રમનો વિરોધ કરી શકે છે. ખેડૂતોના વિરોધની આશંકાને જોતા પાંચ જિલ્લાની પોલીસને બડસા એમ્સ -2ની આસપાસ તૈનાત કરવામાં આવી છે. જ્યાં SP અને DC પોતે મોરચો સંભાળ્યો હતો. ડીએસપીના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શનને જોતા સુરક્ષા દળોની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. આ સિવાય પોલીસે ખેડૂતોને રોકવા માટે પાંચ જગ્યાએ બેરીકેડ પણ લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં વેક્સિનેશનની કામગીરીમાં છબરડા, બીજો ડોઝ ન લીધો હોવા છતાં મળ્યું સર્ટીફિકેટ

આ પણ વાંચોઃ કોરોનાની વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરી ભારતે મેળવી સિદ્ધિ, ગુજરાતમાં પણ 90 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.