ETV Bharat / bharat

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

author img

By

Published : Dec 13, 2021, 2:14 PM IST

Updated : Dec 13, 2021, 6:21 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે (PM Narendra Modi visits Varanasi UP) છે. અહીં વડાપ્રધાને હર હર મહાદેવના નાદ સાથે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કાશી કાશી છે. કાશી અવિનાશી છે.

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે
Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે
  • વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી
  • વડાપ્રધાન ક્રુઝ પર લલિતા ઘાટ પહોંચ્યા હતા

ઉત્તરપ્રદેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે (PM Narendra Modi visits Varanasi UP) છે. અહીં વડાપ્રધાને હર હર મહાદેવના નાદ સાથે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા (Narendra Modi Kashi Vishwanath Temple) કરી હતી.

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

ફૂલોથી સન્માન

કાશી વિશ્વનાથ કોરિડોર નિર્માણ (Kashi Vishwanath Corridor) કરનારા લોકોનું તેમને ફૂલોથી સન્માન કર્યું હતું. આ સાથે જ તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરમાં પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે વડાપ્રધાને પૂજા કરી હતી. અહીં તેઓ ગંગાજળ લઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે થોડી જ વારમાં વડાપ્રધાન કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન ગંગાજળ લઈને વિશ્વનાથ મંદિરે પહોંચ્યા
વડાપ્રધાન ગંગાજળ લઈને વિશ્વનાથ મંદિરે પહોંચ્યા

કાશી અવિનાશી છે

PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કાશી કાશી છે. કાશી અવિનાશી છે. અહીં એક જ સરકાર છે. જેમના હાથમાં ડંબ્રુ છે તેમની સરકાર છે. જ્યાં ગંગા પ્રવાહ બદલીને વહે છે, તેને કોણ રોકી શકે? કાશીમાં જે કંઈ થાય છે તે મહાદેવની ઈચ્છાથી થાય છે અને આજે જે કંઈ પણ થયું તે મહાદેવે કરી બતાવ્યું. તેમણે ભોજપુરીમાં કહ્યું કે તેની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. જ્યારે પણ બાબાને પોતાની શક્તિ બતાવવાની હોય ત્યારે કાશીની જનતા જ માધ્યમ હોય છે. કોરોનાના સમયમાં પણ મહાદેવે અહીં કામ અટકવા દીધું ન હતું.

કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીમાં ડૂબકી લગાવી પૂજા કરી

ત્યારબાદ તેમણે કળશમાં જળ ભરીને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી જળાભિષેક કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી લલિતા ઘાટ પર પહોંચ્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા ટ્વિટ કર્યું હતું કે, કાશી આવીને હું અભિભૂત છું. થોડી વાર પછી જ અમે બધા કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટના લોકાર્પણના સાક્ષી બનીશું. આ પહેલા મેં કાશીના કોતવાલ કાળ ભૈરવજીના દર્શન કર્યા હતા.

  • Varanasi: Prime Minister Narendra Modi inaugurates phase 1 of Kashi Vishwanath Dham, constructed at a cost of around Rs 339 crores pic.twitter.com/kYN6rcyFRX

    — ANI UP (@ANINewsUP) December 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રુઝ પર લલિતા ઘાટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રુઝ પર લલિતા ઘાટ પહોંચ્યા હતા. અહીંથી તેમણે કળશમાં જળ ભર્યું હતું અને આ જળથી જ કાશી વિશ્વનાથનો જળાભિષેક કર્યો હતો. કાળ ભૈરવ મંદિરમાં (Narendra Modi Kaal Bhairav ​​Mandir Darshan) વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને અહીં પહેલા ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું અને પછી કાળ ભૈરવની આરતી કરી હતી.

આ પણ વાંચો: kashi vishwanath corridor :વડાપ્રધાન મોદીએ 100 વર્ષ બાદ મહાત્મા ગાંધીનું સ્વપ્ન કર્યું સાકાર

આ પણ વાંચો: Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

Last Updated :Dec 13, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.