ETV Bharat / bharat

Israel Attack: મુશ્કેલ સમયમાં ભારત ઇઝરાયલની સાથે છે: PM મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 7:06 AM IST

ઈઝરાયલ પર થયેલા જોરદાર હુમલા બાદ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે 'સ્થિતિ સારી નથી', પરંતુ ઈઝરાયેલ જીતશે.

Israel Attack
Israel Attack

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે સંપૂર્ણ એકતામાં ઊભા રહેવાની ખાતરી આપતાં વડાપ્રધાન મોદીએ પણ આ હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

  • Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour.

    — Narendra Modi (@narendramodi) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.

સ્થિતિ સારી નથી-ઇઝરાયેલના રાજદૂત: ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને શનિવારે કહ્યું કે 'સ્થિતિ સારી નથી', પરંતુ ઇઝરાયેલ જીતશે. X પરની એક પોસ્ટમાં, ગિલોને કહ્યું, 'ઈઝરાયેલ પર યહૂદી રજાઓ દરમિયાન રોકેટ અને જમીન દ્વારા ગાઝાથી હુમલો કરવામાં આવી રહ્યો છે.' શનિવારે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ તરફ સેંકડો રોકેટ છોડવામાં આવ્યા પછી તેમની ટિપ્પણી આવી હતી.

એક ઈઝરાયેલી મહિલાનું મોત: ઉલ્લેખનીય છે કે, પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ઈઝરાયલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી અને ગયા વર્ષે મે પછી પહેલીવાર ગાઝા પટ્ટીમાંથી યહૂદી રાજ્ય તરફ મિસાઈલ છોડી હતી, જેમાં અત્યાર સુધીમાં એક ઈઝરાયેલી મહિલાનું મોત થયું છે. અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. એર ઈન્ડિયાએ ઈઝરાયેલમાં હમાસના હુમલાના જવાબમાં દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની તેની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, '7 ઓક્ટોબરે દિલ્હીથી તેલ અવીવની AI139 અને તેલ અવીવથી દિલ્હીની રિટર્ન ફ્લાઈટ AI140 અમારા મહેમાનો અને ક્રૂના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે. મુસાફરોને તેમની જરૂરિયાત મુજબ તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

  1. Palestinian attack on Israel : પેલેસ્ટિનિયન હુમલાખોરોનો ઈઝરાયેલ પર હવાઈ હુમલો, મેયર સહિત 4ના મોત
  2. Israel-Palestine War: ફરી એક વાર જંગના ઓથાર હેઠળ મિડિલ ઈસ્ટ, હમાસે ઈઝરાયલ પર છોડી 5000 રોકેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.