ETV Bharat / bharat

ઉત્પાદનક્ષેત્ર સંદર્ભે વડાપ્રધાન મોદીનું વેબિનારમાં સંબોધનઃ ગુણવત્તા વધારવા અનુરોધ

author img

By

Published : Mar 5, 2021, 7:11 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ અંગે વેબિનારને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આપણે દેશના ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદનોની કાર્યક્ષમતા માટે ભેગા મળીને કામ કરવું જોઈએ. આમ થવાથી વૈશ્વિક બજારમાં છાપ બનાવવામાં સફળતા મળશે.

ઉત્પાદન પ્રોત્સાહન યોજનાઓ સંદર્ભે વડાપ્રધાન મોદીનું વેબિનારમાં સંબોધનઃ ગુણવત્તા વધારવા અનુરોધ
ઉત્પાદન પ્રોત્સાહન યોજનાઓ સંદર્ભે વડાપ્રધાન મોદીનું વેબિનારમાં સંબોધનઃ ગુણવત્તા વધારવા અનુરોધ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વેબિનારમાં સંબોધન
  • ઉત્પાદનક્ષેત્ર સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ વિશે વાત કરી
  • દેશ સ્વયં બ્રાન્ડ બન્યો છે, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા અનુરોધ કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ અંગે વેબિનારને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશનું બજેટ અને દેશ માટે નીતિ નિર્ધારણ માત્ર સરકારી પ્રક્રિયા બની ન રહેતાં દેશના વિકાસ સાથે સંકળાયેલા દરેક હિસ્સેદારોને તેમાં અસરકારકપણે જોડવા જોઇએ. આ પ્રકારના કાર્યને આગળ વધારતાં મેકિંગ ઇન ઇન્ડિયાને શક્તિ પ્રદાન કરતાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના મહત્વના સાથીઓ સાથે ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ શનિવારે PM મોદીનું ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં આગમન થશે, જૂઓ કોન્ફરન્સની વિશેષતાઓ

  • ઉત્પાદનક્ષેત્રની પ્રગતિ રોજગાર સંર્જન કરે છે

પીએમ મોદીએ કહ્યું કે આપણી સમક્ષ દુનિયાભરના ઉદાહરણ છે કે કેટલાક દેશોએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને દેશના વિકાસને ગતિ આપી છે. ઉત્પાદનમાં વધતી ક્ષમતા દેશમાં રોજગારી સર્જે છે. ભારત આ દ્રષ્ટિકોણથી કામ કરવા ઇચ્છે છે. આ રીતે સરકારે આ ક્ષેત્રમાં એક બાદ એક સુધારા કર્યાં છે. અમે શૂન્ય પ્રભાવ શૂન્ય દોષની અપેક્ષા કરીએ છીએ. આપણાં ઉત્પાદનો કિંમત, ગુણવત્તા અને કાર્યક્ષમતાની બાબતે વૈશ્વિક બજારમાં છાપ છોડે તેવા જોઈએ અને આ શક્ય બને તે માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણાં ઉત્પાદનો વપરાશકર્તાઓ માટે સરળ, સૌથી વધુ આધુનિક, સસ્તાં અને ટકાઉ હોવા જોઈએ. અમારી સરકાર માને છે કે દરેક બાબતમાં સરકારી દખલ ઉકેલો કરતાં વધુ સમસ્યાઓ ઉભી કરે છે. તેથી, અમે સ્વનિયમન, સ્વપ્રમાણિતતા અને સ્વપ્રમાણપત્ર પર ભાર આપી રહ્યાં છીએ.

  • પીએલઆઈથી થનારા લાભ અંગે માહિતગાર કર્યાં

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પીએલઆઇ જે ક્ષેત્ર માટે છે તેનો ફાયદો થઈ રહ્યો છે, તેનાથી તે ક્ષેત્ર સાથે સંકળાયેલી સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થશે. ઓટો અને ફાર્મામાં પીએલઆઇથી ઓટો પાર્ટ્સ, તબીબી સાધનો અને દવાઓના કાચા માલથી સંબંધિત વિદેશી નિર્ભરતા ઓછી થશે. અપડેટ સેલ બેટરી, પીવી મોડ્યૂલ અને સ્પેશિયાલિટી સ્ટીલને મળતી મદદથી દેશમાં ઊર્જા સેક્ટરને લાભ થશે. એ જ રીતે કાપડ અને ખાદ્ય પ્રસંસ્કરણ સેકટરને મળનારી પીઆઈએલથી આપણા પૂરા કૃષિક્ષેત્રને લાભ થસે.

આ પણ જૂઃઓઃ LIVE : વડાપ્રધાન મોદી ઉત્પાદનને લગતી પ્રોત્સાહક યોજનાઓ અંગે વેબિનારને સંબોધન કરી રહ્યા છે

  • દેશ સ્વયં બ્રાન્ડ બની ગયો છે, ઉત્પાદનોની ગુણવત્તા વધારવા મહેનત કરોઃ પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે સૌએ ગઈકાલે જોયું હશે કે ભારતની દરખાસ્તને પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને મિલેટ્સનું(બાજરો, જુવાર જેવા ધાનનું) આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. ભારતના આ પ્રસ્તાવને 70થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ યુએન જનરલ એસેમ્બલીમાં આ દરખાસ્ત સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. આજે ભારત જે નમ્રતા અને કર્તવ્યભાવ સાથે માનવતાથી સેવા કરે છે તેનાથી પૂરી દુનિયામાં ભારત સ્વયં એક મોટી બ્રાન્ડ બની ગયો છે. ભારતની શાખ અને ઓળખ નિરંતર નવી ઊંચાઈએ પહોંચી રહી છે. ભારતમાંથી વેક્સીનના લાખો ડોઝ લઇને વિમાનો દુનિયાભરમાં જઈ રહ્યાં છે એ ખાલી નથી આવી રહ્યાં. તે પોતાની સાથે ભારત પ્રત્યે વધેલો ભરોસો, આત્મીયતા, સ્નેહ અને આશીર્વાદનો ભાવનાત્મક લગાવ લઇને આવી રહ્યાં છે. આજે ભારત એક બ્રાન્ડ બની ચૂકયો છે. હવે ફક્ત ઉત્પાદન નિર્માતાઓએ પોતાના ઉત્પાદનોની ઓળખ બનાવવાની છે. હવે વધુ મહેનત કરવાની છે તે ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અંગે કરવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.