ETV Bharat / bharat

National Youth Day 2022 : યુવાનોમાં પરંપરાગત જટિલતાઓને પાર કરવાની ક્ષમતા છેઃ વડાપ્રધાન મોદી

author img

By

Published : Jan 12, 2022, 1:30 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરીમાં બે દિવસીય 25માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું(National Youth Day 2022 ) વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત ઓપન એર થિયેટર સાથેના ઓડિટોરિયમ પેરુન્થલાઈવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું, જેનું નિર્માણ પુડુચેરી સરકાર દ્વારા લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તેમજ વડાપ્રધાન મોદીએ આજના યુવાનો માટે શુ રસપ્રદ કહ્યું જાણો...!

National Youth Day 2022 : યુવાનોમાં પરંપરાગત જટિલતાઓને પાર કરવાની ક્ષમતા છેઃ વડાપ્રધાન મોદી
National Youth Day 2022 : યુવાનોમાં પરંપરાગત જટિલતાઓને પાર કરવાની ક્ષમતા છેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરીમાં બે દિવસીય 25માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું(National Youth Day 2022) વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ ઉત્સવ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ(Birthday of Swami Vivekananda)રાષ્ટ્રીય યુવા દિવસ પર 12 જાન્યુઆરીથી શરૂ થયો છે.

વડાપ્રધાન મોદીએ પુડુચેરી શેનું શેનું ઉદ્ઘાટન કર્યું

આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ પેરુન્થલાઈવર કામરાજર મણીમંડપમ, ઓપન એર થિયેટર સાથેના એક સભાગૃહનું ઉદ્ઘાટન(PM Modi Inaugurated Puducherry) કર્યું, જેનું નિર્માણ પુડુચેરી સરકાર દ્વારા આશરે 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ટેક્નોલોજી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું. તેની સ્થાપના પુડુચેરીમાં આશરે 122 કરોડના રોકાણ સાથે કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી કહ્યું "ભારત યુવા છે."

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે આ વર્ષે શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ(Birth Anniversary of Shri Arvind) અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્ય ભારતીજીની 100મી પુણ્યતિથિની(Punyatithi of Mahakavi Subramanya Bharathi) ઉજવણી કરી રહ્યા છીએ. આ બંને ઋષિઓનો પુડુચેરી સાથે વિશેષ સંબંધ છે. બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રામાં ભાગીદાર રહ્યા છે. આજે ભારત, ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે. કારણ કે ભારતના લોકો, મન, ક્ષમતા અને સપના બધા જ યુવાન છે. ભારત યુવા છે કારણ કે ભારતની દ્રષ્ટિએ હંમેશા આધુનિકીકરણને સ્વીકાર્યું છે.

ભારત સાથે બે અનંત શક્તિઓ

આ ઉપરાંત કહ્યું કે, દુનિયાએ સ્વીકાર્યું છે કે આજે ભારત સાથે બે અનંત શક્તિઓ છે. 1- ડેમોગ્રાફી 2- લોકશાહી, દેશમાં જેટલી યુવા વસ્તી(India Youth Population) છે, તેટલી મોટી સંભાવના માનવામાં આવે છે. ભારતના યુવાનો પાસે લોકતાંત્રિક મૂલ્યોની(Democratic Values ​​of India) સાથે-સાથે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ છે, તેમનું લોકશાહી ડિવિડન્ડ પણ અજોડ છે. ભારત તેના યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડ તેમજ વિકાસના ડ્રાઈવર તરીકે માને છે.

ભારતના યુવાનોમાં વિશ્વનું ભવિષ્ય

વડાપ્રધાન મોદીએ કહ્યું(PM Narendra Modi said Today) કે, જો ભારતના યુવાનોમાં ટેક્નોલોજીનો ચાર્મ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં શ્રમ શક્તિ છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. તેથી જ ભારત આજે જે બોલે છે તેને દુનિયા આવતીકાલનો અવાજ માને છે. ભારત જે સપનાઓ જુએ છે અને સંકલ્પો લે છે તેમાં આજે ભારતની સાથે સાથે વિશ્વનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. ભારતનું ભવિષ્ય, વિશ્વનું ભવિષ્ય આજે ઘડાઈ રહ્યું છે.

રાષ્ટ્રનું નિર્માણના નિર્માણ માટે યુવા એક પાયો છે

શ્રી અરબિંદોએ કહ્યું હતું - એક બહાદુર, પ્રામાણિક, સ્વચ્છ હૃદય, હિંમતવાન અને મહત્વાકાંક્ષી યુવા એ એકમાત્ર પાયો છે. જેના પર ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. તેમનું આ નિવેદન આધુનિક યુગમાં ભારતના યુવાનો માટે જીવનમંત્રની જેમ કામ કરી રહ્યું છે. યુવાનોમાં પરંપરાગત જટિલતાઓને પાર કરવાની ક્ષમતા હોય છે. આ સાથે નેશનલ યુથ કોન્ફરન્સમાં યુવાનોને ક્લાઈમેટ ચેન્જ, ટેકનોલોજી, નવી પહેલ, રાષ્ટ્ર નિર્માણ જેવા સમકાલીન મુદ્દાઓ પર બોલવાની તક મળશે. ઉત્સવ દરમિયાન, સહભાગીઓને ઓરોવિલેની ઝલક પણ આપવામાં આવશે. આ ઉપરાંત તેઓ દેશભરમાંથી વિવિધ સ્વદેશી રમતો અને લોકનૃત્યો પણ માણી શકશે.

આ પણ વાંચોઃ National Youth Festival 2022 : આજે 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે PM મોદી

આ પણ વાંચોઃ PM Modi inauguration medical College : વડાપ્રધાન આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.