ETV Bharat / bharat

પીએમ તેમના 'મિત્રો'ના અવાજો સિવાય કશું સાંભળી શકતા નથી: રાહુલ

author img

By

Published : Jun 17, 2022, 1:20 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'અગ્નિપથ' યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન (Rahul targeted PM modi) સાધ્યું છે. તેમજ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ માંગ કરી હતી કે આ યોજનાને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે.

નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ત્રણેય સેવાઓમાં ભરતી (Rahul targeted PM modi) માટેની નવી 'અગ્નિપથ' યોજના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા, આરોપ મૂક્યો હતો કે, તેઓ તેમના "મિત્રો" ના અવાજો સિવાય કશું સાંભળી શકતા (PM cant hear anything except friends Rahul) નથી. તેમજ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ માંગ કરી હતી કે, આ યોજનાને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે.

આ પણ વાંચો: બલિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ટ્રેનમાં લગાવી આગ

મિત્રોના અવાજ સિવાય કશું સાંભળતા નથી: રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'અગ્નિપથ - યુવાનોને નકારવામાં (AGNIPATH Rahul targeted PM modi) આવ્યા, કૃષિ કાયદો - ખેડૂતોએ નકારી કાઢ્યા, નોટબંધી - અર્થશાસ્ત્રીઓએ નકારી, GST - વેપારીઓએ નકારી.' તેમણે આરોપ લગાવ્યો કે, 'દેશની જનતા શું ઇચ્છે છે, વડાપ્રધાન આ સમજી શકતા નથી કારણ કે તેઓ તેમના 'મિત્રો'ના અવાજ સિવાય કશું સાંભળતા નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, '24 કલાક પણ વીતી નથી કે ભાજપ સરકારે નવી સેનાની ભરતીના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો.

આ પણ વાંચો: હૈદરાબાદમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન ઝારી, જૂઓ ભયાનક દર્શયો...

એરફોર્સની અટકેલી ભરતીમાં નિમણૂક: મતલબ, ઉતાવળમાં આ યોજના યુવાનો પર દબાણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, 'નરેન્દ્ર મોદીજી, આ સ્કીમ તાત્કાલિક પાછી ખેંચો, એરફોર્સની અટકેલી ભરતીમાં નિમણૂક કરો અને પરિણામ આપો. પહેલાની જેમ સેનામાં ભરતી કરો. નોંધનીય છે કે, સરકારે દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરીને મંગળવારે ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી માટે 'અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ સૈનિકોની કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષનો સમયગાળો જશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.